મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આગમી મંગળવારે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન


SHARE









મોરબીમાં આગામી મંગળવારે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી તેની સામે ગઇકાલે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે ત્યાર બાદ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની મોરબીમાં આવેલ પટેલ કન્યા છાત્રાલય ખાતે કાલે અને આજે મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સર્વાનુમતે આગમી મંગલવારે મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે

થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ની લાગણી છે અને ગત શનિવારે મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાની ને ૪૮ કલાકનું માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે તેના દ્વારા માફી માંગવામાં આવી ન હતી જેથી તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી માટે ગઇકાલે કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે ત્યાર બાદ મોરબીમાં આવેલ પટેલ કન્યા છાત્રાલય ખાતે કાલે અને આજે મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સર્વાનુમતે આગમી મંગલવાર તા ૯/૪ ના રોજ મોરબીમાં રવપર રોડ ઉપર આવેલ બાપસીતા રામ ચોકમાં રાતે ૮:૦૦ વાગ્યે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં મોરબી સહિત સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિતના પાટીદાર સમાજના લોકો હાજર રહેવાના છે




Latest News