મોરબીના રાજપર, ચાચાપર તેમજ નસીતપર ગામના લોકોએ હિંસક પ્રાણીને પાંજરે પૂરવા કલેક્ટરને કરી રજૂઆત
મોરબીમાં ઇન્સ્ટ્રાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સ જેલ હવાલે
SHARE
મોરબીમાં ઇન્સ્ટ્રાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સ જેલ હવાલે
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી સાથે ઇન્સ્ટ્રાગ્રામના માધ્યમથી પરિચયમાં આવ્યા બાદ સંબંધ કેળવીને તેણીના ભોળપણાનો લાભ લઇને બદકામના ઈરાદે અપહરણ કરી જવામાં આવ્યું હતું.જે સંદર્ભે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પોક્સો, અપહરણ તથા દુષ્કર્મના ગુનાથી નોંધાયેલ ફરીયાદમાં ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા આરોપી ઇસમને પકડી પાડવામાં આવ્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રો તેમજ પીએસઆઇ પી.આર.સોનારા પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત તા.૩૦-૩ ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જેમાં ભોગ બનેલ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઇન્સ્ટ્રાગ્રામના માધ્યમથી સગીરા સાથે પરિચય કેળવીને તેણીના ભોળપણાનો લાભ ઉઠાવીને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જે અંગે મળેલી ફરિયાદ આધારે આ કેસની તપાસ કરવામાં આવી હતી અને બાદમાં આરોપી રોહિત જીતેશભાઈ કાંજિયા કોળી (ઉમર ૨૩) ધંધો ડ્રાઇવિંગ રહે.માધાપરા મોરબી ની ગત તા.૩૧-૩ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં ધરપકડ કરવામાં આવી હતી.બાદમાં રોહીતને તા.૧-૪ ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ તરફથી તેને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવતા રોહીત કોળીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.અત્રે નોંધનીય છે કે હાલ પરિવારજનો દ્વારા પોતાના સંતાનોને તમામ સુખસાઇબીની સાથે મોબાઈલ આપવામાં આવે છે જોકે તે મોબાઈલમાં ક્યાં રચ્યા પચ્યા રહે છે..? તે બાબતનું ધ્યાન રાખવામાં આવતું નથી અને પાછળથી તેના ખરાબ પરિણામો આવતા હોય છે તેવા બનાવો સમયાંતરે જોવામાં આવે છે માટે પરિવારજનો દ્વારા જ આ બાબતે સતર્ક રહેવું જોઇએ તે હાલના સમયમાં જરૂરી બની ગયુ છે.
દવાનો ઓવરડોઝ લેતા સારવારમાં
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામે રહેતા ઇશ્વરભાઇ મંગાભાઈ રાઠોડ નામના ૩૫ વર્ષના યુવાનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો આ બાબતે એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સાપકડા ગામે રહેતા ઈશ્વરભાઈ રાઠોડએ માનસિક બીમારીની દવાનો ઓવરડોઝ લીધો હતો.જેથી તેઓને હળવદ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને હળવદ હોસ્પિટલેથી ૧૦૮ વડે તેમને વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવેલા છે.હાલ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પોલીસ મથકની હદ વિસ્તારનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.
સ્કુટર સ્લીપ થતા ઇજા
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામને હરીગુણ સોસાયટીમાં રહેતી ખુશ્બુબેન વિવેકભાઈ વિરોજા નામની ૨૯ વર્ષીય યુવતી મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ સામેથી એકટીવા લઈને જતી હતી ત્યાં રસ્તામાં તેઓનું એકટીવા સ્લીપ થઈ ગયુ હતુ.જેથી ઇજા પામેલ ખુશ્બુબેનને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જે અંગે હોસ્પીટલેથી યાદી આવતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી હતી.