મોરબીમાં આગમી મંગળવારે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન
મોરબીમાં અદ્યતન ફાયરસ્ટેશનનો અભાવ: રફાળેશ્વર પાસે કારખાનામાં આગ લગતા ઉદ્યોગકારને બે કરોડથી વધુનું નુકશાન
SHARE
મોરબીમાં અદ્યતન ફાયરસ્ટેશનનો અભાવ: રફાળેશ્વર પાસે કારખાનામાં આગ લગતા ઉદ્યોગકારને બે કરોડથી વધુનું નુકશાન
મોરબી જીલ્લો બની ગયો તેને ઘણા વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી લોકોની સલામતી માટે સારા ફાયર સ્ટેશનની સુવિધા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી નથી અને ટાંચા સાધનોથી જ કોઈપણ સ્થળે આગ અકસ્માતની ઘટના બને તો તેને કંટ્રોલ કરવા માટેનું કામ કરવામાં આવે છે તે હક્કિત છે તેવામાં મોરબીના રફાળેશ્વર પાસે આવેલ એક કારખાનામાં આગ લાગી હતી તેની જાણ પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી અને જાણ કર્યાના એક કલાક કરતાં વધુ સમય પછી ફાયરની ટિમ સ્થળ ઉપર પહોચી હતી જો કે, ત્યાં સુધીમાં કારખાનામાં રાખવામા આવેલ તૈયાર ઇમ્પોર્ટ કરેલા ટોઇલેટ સીટ કવર સહિતનું કારખાનું આગમાં બળીને ખાખ થઈ ગયું હતું જેથી કરીને ઉદ્યોગકારને બે કરોડથી વધુનું નુકશાન થયેલ છે અને આટલું જ નહીં પરંતુ બાજુમાં આવેલા બીજા કારખાનામાં પણ આગ પ્રસરી ગયેલ છે જેથી કરીને મોરબી, વાંકાનેર અને રાજકોટના ફાયર ફાયટરોને બોલાવીને આગને કાબુમાં લેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સવાલ એ ઉભો થયા છે છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી મોરબીના ઔધોગિક વિકાસને ધ્યાનમાં રાખીને સિરામિક એસો., પેપર મિલ એસો. વિગેરે દ્વારા ઔધોગિક ઝોનની આજુબાજુમાં અદ્યતન ફાયરસ્ટેશન બનાવવાની જે માંગ કરવામાં આવી રહી છે તેને ધ્યાને લઈને મોરબીમાં અધ્યતન ફાયર સ્ટેશન કયારે બનાવવામાં આવશે
મોરબીની આસપાસના વિસ્તારમાં સિરામિકની ૮૦૦ થી વધુ ફેકટરીઓ આવેલી છે. જેમાં સિરામીક ટાઇલ્સનું ૨૪ કલાક પ્રોડકશન ચાલુ હોય છે જેથી કારખાનમાં હેવી ટેમ્પરેચર સાથે ભઠ્ઠીઓ ચાલુ હોય છે જેના કારણે સિરામીક યુનિટમાં ગમે ત્યારે આગ લાગે તેવી શક્યતા રહે છે અને અવારનવાર આગ લાગવાના નાના મોટા બનાવો બનતા હોય છે તેવી જ રીતે પેપર મિલ, પોલિપેક સહિતના કારખાનના આવેલ છે જેમાં પણ ગમે ત્યારે આગ લાગે તેવી શક્યતા હોય છે જો કે, સમયસર બચાવ કામગીરી ન કરવામાં આવે તો મોટી જાનહાની થવાનું જોખમો ઓછું રહે છે જેથી મોરબી સિરામિક એસો. દ્વારા વર્ષ ૨૦૧૭ ના પ્રમુખો દ્વારા ત્યારના કલેક્ટરને આવેદનપત્ર આપીને સામાકાંઠે ઔદ્યોગિક વિસ્તારમાં હોવાથી ત્યાં નવું અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જો કે, હજુ સુધી તે બનાવવામાં આવ્યું નથી તે હક્કિત છે
વાંકાનેર તાલુકાની હદમાં એક પેપર મિલમાં ભયંકર આગા થોડા વર્ષો પહેલા લાગી હતી ત્યારે લગભગ ત્રણ દિવસ સુધી મોરબી, ચોટીલા, ધ્રોલ, રાજકોટ, અમદાવાદ, ગાંધીધામના ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કારવામાં આવ્યો હતો તો પણ આગ કાબુમાં આવી ન હતી અને અંદાજે તે કારખાનેદારને ૧૦૦ કરોડથી વધુનું નુકશાન થયું હતું ત્યારે મોરબી પેપર મિલ એસો., મોરબી સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા મુખ્યમંત્રી, તે સમયના રાજ્યમંત્રી અને મોરબીના ત્યારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયાને લેખિતમાં રજૂઆતો કરીને અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની માંગ કરી હતી જો કે, હજુ કામ કરવામાં આવ્યું નથી ત્યાર બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરાને લેખિત રજૂઆત કરીને મોરબી જીલ્લામાં અધ્યતન ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવી છે જોકે, ગત જૂન મહિનાની ૬ તારીખે સર્કિટ હાઉસ સામે અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેનો ભાંગર પણ આજની તારીખે તંત્રે દૂર કરેલ નથી તો પણ અદ્યતન ફાયર સ્ટેશન કયારે બનશે તે કહેવું મુશકેલ છે
તેવામાં બુધવારે બપોરના સમયે રફાળેશ્વર નજીક સરોવર પોર્ટિકો હોટેલની બાજુમાં આવેલી વિનાયક કોર્પોરેશન નામનું ટોયલેટ સીટ કવરનું કારખાનનું આવેલ છે જેમાં ઇમ્પોર્ટ કરવામાં આવેલ ટોયલેટ સીટ કવર તેમજ અન્ય તૈયાર માલ પણ ત્યાં પડ્યો હતો જેમાં આગ પ્રસરી ગયેલ હતી જેથી કરીને વેર હાઉસમાં રાખવામા આવેલ માલ, સંપૂર્ણ ડેટા અને આખું જ કારખાનું આગની ઝપેટમાં આવી ગયો હતો અને આ એક જ કારખાનામાં અંદાજે બે કરોડથી વધુનું નુકશાન થયેલ છે અને આ કારખાનની બાજુમાં આવેલ પવનસુત ઇન્ડસ્ટ્રીઝના પણ આગ ફેલાયેલ છે જેથી કરીને આગને કાબુમાં લેવા માટે હાલમાં મોરબી, વકાનેર અને રાજકોટના ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે જો કે, આગ કાબુમાં આવશે ત્યાર સુધીમાં વધુ એક વખત કરોડોનું નુકશાન થઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, આગ લાગવાની આ બનાવ મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી તેના એક કલાક પછી ફાયરની ટિમ ત્યાં આવી હતી જો, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વર્ષોથી માંગણી કરેલ છે તે મુજબનું અધ્યતન ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું હોત તો તાત્કાલિક ફાયરની ગાડી સ્થળ ઉપર આવી ગઈ હોત અને આગને વહેલ કાબુમાં લઈ લેવામાં આવી હોત તો આટલું મોટું નુકશાન કારખાનેદારને ન ગયું હોત તે હક્કિત છે પરંતુ અફસોસ કે અધ્યતન ફાયર સ્ટેશન આજ દિવસ સુધી સરકારે મોરબીમાં બનાવ્યું નથી
છેલ્લા વર્ષોમાં મોરબી જીલ્લામાં આગ અકસ્માતની ઘટનામાં ફાયરના ટાંચા સાધાનો હોવાના લીધે ઉધોગકારોને લાખો નહીં કરોડો રુપિયાનું નુકશાન થયું છે તે હક્કિત છે ત્યારે વારંવાર ઉદ્યોગકારોને સહન કરવી પડતી નુકશાનીમાંથી કાયમી રાહત માટે મોરબી જીલ્લામાં કયારે અધ્યતન ફાયર સ્ટેશન આપવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે જો કે, આજની તારીખે મોરબી જીલ્લામાં કોઈ પણ જગ્યાએ આગા અકસ્માતની ઘટના બને ત્યારે વધુ નુકશાન થવા પાછળનું મુખ્યકારણ મોરબી શહેર તથા જીલ્લામાં ફાયરબ્રિગેડની અપૂરતી સુવિધા છે તેવુ અહીના ઉદ્યોગકારો કહી રહ્યા છે અગાઉની જેમ હાલમાં પણ જે આગ લાગવાની ઘટના બનેલ છે તેમાં આગને કાબુમાં લેવા માટે બીજા જિલ્લાઓમાંથી ફાયરના વાહનો આવ્યા ત્યાર પછી આગને કાબુમાં લેવા માટેની કામગીરીમાં વેગ આવ્યો હતો જો કે, તંત્ર અધ્યતન ફાયર સ્ટેશન બનાવવા બાબતે સમયસર નહીં જાગે તો આગામી સમયમ મોટી હોનારત સર્જાય તો નવાઈ નથી