મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ગામડાઓમાંથી ૫૩.૬૪ ટકા વેરાનું વસૂલાત: રાજ્યમાં મોરબી જિલ્લો પ્રથમક્રમે


SHARE









મોરબી જિલ્લાના ગામડાઓમાંથી ૫૩.૬૪ ટકા વેરાનું વસૂલાત: રાજ્યમાં મોરબી જિલ્લો પ્રથમક્રમે

મોરબી જિલ્લામાં પાંચ તાલુકા આવેલ છે અને તેમાં ૩૬૩ ગ્રામ પંચાયત આવેલ છે જેનું વર્ષ ૨૦૨૩-૨૪ નું માંગણું ૨૩.૫૭ કરોડનું હતું અને વેરા વસુલાતની કામગીરી માટે ખાસ ટીમોને કામે લગાડવામાં આવી હતી જેથી કરીને આ વર્ષે મોરબી જિલ્લાના ગામડાઓમાંથી ૧૨.૬૪ કરોડની વસુલ કરવામાં આવેલ છે જેથી કરીને ૫૩.૬૪ ટકા વસૂલાત થયેલ છે અને મોરબી જિલ્લો ગ્રામ પંચાયતની વેરા વસુલાતમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે

મોરબી જિલ્લા પંચાયતના ડીડીઓ જે. એસ. પ્રજાપતિની મોરબી જિલ્લા પંચાયત ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં માહિતી આપતા તેમણે જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લો વેરા વસૂલાતની બાબતેમાં આ વર્ષે સમગ્ર રાજ્યમાં પહેલા નંબરે આવેલ છે વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, હળવદ તાલુકામાં ૧૦૦ ટકા વસુલાત વાળા ૧૩ ગામ, મોરબીમાં ૮, વાંકાનેરમાં ૪, ટંકારામાં ૪ અને માળિયામાં ૧ ગામ આવેલ છે આમ જિલ્લાની કુલ મળીને ૩૬૩ ગ્રામ પંચાયતમાંથી ૩૦ ગ્રામ પંચાયતોએ ૧૦૦ વસુલાત કરેલ છે તેમજ ૮૦ ટકાથી વધુ વસુલાત વાળા ૮૯ ગામ છે જેમાં હળવદના ૩૭, મોરબીના ૨૨, માળિયાના ૫, ટંકારના ૭ અને વાંકાનેરના ૧૮ ગામનો સમાવેશ થાય છે અને વધુમાં અધિકારી માહિતી આપતા જણાવ્યુ હતું કે, ૮૦ ટકા વસુલાત કારણે ગ્રામ પંચાયતોને કુલ મળીને ૧.૨૩ કરોડની ગ્રાન્ટ મળશે




Latest News