મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે, પાટીદાર કે પાર્ટી સામે નહિ: મોરબી જિલ્લા કરણી સેના


SHARE







ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે, પાટીદાર કે પાર્ટી સામે નહિ: મોરબી જિલ્લા કરણી સેના

થોડા સમય પહેલા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં આ મુદાને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામે ન આવી જાય તેમાં તે મોરબી જિલ્લા રાજપૂત કારની સેનાના જિલ્લાના પ્રમુખ દ્વારા સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે છે પાટીદાર કે પાર્ટી સામે નહિ તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ઠેરઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ પાટીદાર સમાજ પણ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના સમર્થનમા આવેલ છે ત્યારે આ મુદાને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામે ન આવી જાય તેમાં તે મોરબી જિલ્લા રાજપૂત કારની સેનાના જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ સોશયલ મીડિયામાં એક વિડીયો મુકેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, આ આંદોલન ફક્ત પરષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં છે કોઈ પાર્ટી કે કોઈ સમાજ કે કોઈ અન્ય વ્યક્તિ માટેની આ લડાઈ નથી અને તેઓની એક જ માંગ છે કે, પરષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકની ટિકિટ રદ કરવામાં આવે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોતમ રૂપાલાને હટાવીને કોઈને પણ ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નથી. આવી જ રીતે મોરબી ક્ષત્રિય સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ પણ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને પરષોત્તમ રૂપાલા સામે જ ક્ષત્રિય સમાજને વિરોધ છે બીજા કોઇની સામે કોઈપણ પ્રકારનો વિરોધ નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે






Latest News