માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

કચ્છ લોકસભામાં આવતી મોરબી વિધાનસભા બેઠકમાં ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરતા કચ્છના કલેકટર અમિત અરોરા


SHARE









કચ્છ લોકસભામાં આવતી મોરબી વિધાનસભા બેઠકમાં ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરતા કચ્છના કલેકટર અમિત અરોરા

મોરબી જિલ્લામાં આવેલ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારનો કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવેશ થાય છે ત્યારે કચ્છના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત અરોરાએ મોરબી જિલ્લાની મુલાકત લઈ મોરબી જિલ્લાચૂંટણી તંત્ર સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. આ મુલાકત દરમિયાન તેમણે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલ પોલિટેક્નિક કોલેજ, ઘુંટુ ખાતે સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત લીધી હતી.

લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે અને ચૂંટણીને પગલે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી ૬૫-વિધાનસભા મતવિસ્તારની મુલાકાતે આવેલા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી, જિલ્લામાં ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમ અને વિશિષ્ટ મતદાન મથકો, મતદારો માટેની વિવિધ સુવિધાઓ વગેરે બાબતે સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન શ્રી અમિત અરોરાએ જિલ્લા ચૂંટણી તંત્રને વિવિધ સૂચનો પણ કર્યા હતા.

૬૫-વિધાનસભા મતવિસ્તારની મુલાકાત દરમિયાન અમિત અરોરાએ મોરબી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઘુંટુ ગામે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી. મોરબી કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરી, મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, કચ્છ જિલ્લા નિવાસી અધિક કલેકટર મિતેષ પંડ્યા, કચ્છ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈ, મોરબી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા સહિતના હાજર રહ્યા હતા




Latest News