મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનો ફાઈનલ યોજાયો


SHARE









મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનો ફાઈનલ યોજાયો

પોતાની વિવિધતા સભર પ્રવૃત્તિઓ થકી સમગ્ર મોરબીમાં આગવી ઓળખ ધરાવતા કોમનમેન ફાઉન્ડેશન દ્વારા મોરબીના 15 વર્ષથી મોટી ઉંમરના બહેનો માટેની વકતૃત્વ સ્પધૉનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સેમીફાઈનલમાં 15 થી 79 વર્ષના 100 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો જેમાંથી 21 બહેનોની ફાઈનલ રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જે ફાઈનલ રાઉન્ડ પી જી પટેલ કોલેજ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં વ્યસનથી થતા નુકસાન, તેના કારણો, દુર કરવાના ઉપાયો વગેરેની સાહિત્ય સભર સ્ક્રીપ્ટ અને બહેતરીન રજૂઆત કરી બહેનોએ દિલ જીતી લીધું હતું. જેમાં પ્રથમ ક્રમે વિધી પંડ્યા, દ્વિતીય ક્રમે અવની વાઢેર અને તૃતીય ક્રમે પુજા ભેસદડીયા અને દિશા ધામેચાને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા વક્તા અને એન્કર રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, તથા માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા તથા જ્યુરી મેમ્બર્સ તરીકે જ્યુરી તરીકે વિજયભાઈ રાવલ, ડો ભાવિનભાઈ ગામી, સંજયભાઈ બાપોદરીયા, શૈલેષભાઈ કાલરીયા, શૈલેષભાઈ ઝાલરીયા, ડો. અમિષા રાચ્છ, શોભનાબા ઝાલા, નિશાબેન દવે,અંજનાબેન તલસાણીયા, અનિતાબેન દોશી એ સેવાઓ આપી હતી. આ કાર્યક્રમની ભુમિકા બાંધતાં મોરબીના જાણિતા ડોક્ટર, લેખક અને વક્તા તથા કોમનમેન ફાઉન્ડેશનના સુપ્રીમો ડો સતિષભાઈ પટેલે સંસ્થાની પ્રવૃતિઓની છણાવટ પોતાની આગવી શૈલીમાં કરી હતી તો કોલેજના પ્રિન્સિપાલ ડો રવીન્દ્રભાઈ ભટ્ટે આ પ્રકારની સાહિત્યક પ્રવૃતિઓ પોતાના પ્રાંગણમાં થવાનો આનંદ વ્યક્ત કરી સૌ ને આવકાર્યા હતા. આ સ્પર્ધાના કન્વીનર આરતિબેન રાંકજાએ સ્પર્ધાને મળેલા બહોળા પ્રતિસાદને વધાવી વ્યસન મુક્ત સમાજ માટે મહિલાઓના યોગદાનની માહિતી આપી હતી. આ સ્પર્ધાના વિજેતાઓને કોમનમેન ફાઉન્ડેશન તરફથી આગામી ૩૧/૫ ના રોજ ઈનામ આપવામાં આવશે. બાકીના તમામ સ્પર્ધકોને નિર્ણાયકો વતી પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો રવીન્દ્રભાઈ ભટ્ટ તથા પી.જી. પટેલ કોલેજ સ્ટાફ, ડો. પ્રેયસ પંડ્યા, આરતીબહેન રાંકજા, ધરતીબહેન બરાસરા, ભક્તિબહેન કાનાણી, ચંદ્રાસાલાભાઇ, બરાસરાભાઇ  સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.




Latest News