મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

જુનાગઢથી કબરાઉ મંદિરે દર્શને જતાં પરિવારની કારનો મોરબી નજીક બૂકડો બોલી ગયો: ઇજા પામેલ પાંચ વ્યક્તિ સારવારમાં


SHARE









જુનાગઢથી કબરાઉ મંદિરે દર્શને જતાં પરિવારની કારનો મોરબી નજીક બૂકડો બોલી ગયો: ઇજા પામેલ પાંચ વ્યક્તિ સારવારમાં

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે સિમેન્ટના કારખાનાની સામે હાઇવે રોડ ઉપરથી સ્વિફ્ટ કાર લઈને વૃદ્ધ પોતાના પત્ની અને દીકરા સહિત કુલ પાંચ વ્યક્તિઓ મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે તેની કારમાં પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી કાર આગળના ભાગમાં ઉભેલા ટ્રકની સાથે અથડાતા બે ટ્રક વચ્ચે કારનો બૂકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા ફરિયાદી વૃદ્ધ સહિતના પાંચેયને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે જુનાગઢમાં આવેલ મધુરમ સોસાયટી મામાદેવ મંદિર સામે સોમનાથ ટાઉનશિપ એ/43 ખોડલકૃપા ખાતે રહેતા નારણભાઈ રાજાભાઈ ભેડા જાતે આહિર (૫૮) નામના વૃદ્ધે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૧૦ ટીવાય ૩૦૮૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાની સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૧૦ એ ૪૪૪૯ લઈને તેમાં પોતાના પત્ની સોનલબેન, પુત્ર સમરથભાઈ અને તેના સંબંધી મીરાબેન લાખાભાઈ તથા વિરમભાઈ નંદાણીયા કચ્છ જીલ્લામાં આવેલ કબરાઉ ધામ ખાતે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબી નજીક માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ભારતનગર ગામ પાસે સાગર સિમેન્ટ કારખાના સામેથી તેઓની ગાડી પસાર થઈ રહી હતી ત્યારે પાછળ આવી રહેલા આરોપી ટ્રક ચાલકે તેનો ટ્રક તેઓની ગાડીમાં અથડાવ્યો હતો જેથી ગાડી આગળના ભાગમાં ઉભેલા ટ્રકમાં પાછળ અથડાઈ હતી અને ત્રણ વાહનોનો અકસ્માત થયો હતો જેમાં ગાડીનો બૂકડો બોલી ગયો હતો અને ગાડીમાં બેઠેલા ફરિયાદી તેમજ તેના પત્ની દીકરા સહિતના પાંચ વ્યક્તિઓને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News