મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી ના ડો. કુસુમબેન એ. દોશી પરિવાર દ્વારા જલારામ પ્રાર્થના મંદિરને અન્નપૂર્ણા રથ અર્પણ કરાયો


SHARE









મોરબી ના ડો. કુસુમબેન એ. દોશી પરિવાર દ્વારા જલારામ પ્રાર્થના મંદિરને અન્નપૂર્ણા રથ અર્પણ કરાયો

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ના માધ્યમથી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. જે સેવાકાર્ય ને વિસ્તૃત બનાવવા તેમજ શહેર ના દરેક જરૂરીયાતમંદ લોકો સુધી ભરપેટ ભોજન પહોંચાડી શકાય તે હેતુસર મોરબી ના ડો. કુસુમબેન એ. દોશી પરિવાર દ્વારા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને અન્નપૂર્ણા રથ અર્પણ કરવા માં આવ્યો છે. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત રાબેતા મુજબ ચાલુ જ રહેશે, તે ઉપરાંત અન્નપૂર્ણા રથ ના માધ્યમથી દરરોજ ઝુંપડપટ્ટી વિસ્તાર તેમજ જરૂરીયાતમંદો ને ભરપેટ ભોજન પ્રસાદ અર્પણ કરવા માં આવશે.

મોરબી ના ડો.કુસુમબેન એ.દોશી પરિવાર દ્વારા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને અન્નપૂર્ણા રથ અર્પણ પ્રસંગે જૈન સમાજ અગ્રણી હીરેનભાઈ દોશી, લોહાણા સમાજ અગ્રણી ઉપેન્દ્રભાઈ કાથરાણી, લોહાણા સમાજ અગ્રણી લલીતભાઈ ચંદારાણા સહિત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જલારામ પ્રાર્થના મંદિરના સેવાકાર્યની કદરરૂપે સંસ્થા ને અન્નપૂર્ણા રથ અર્પણ કરવા બદલ સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રવિણભાઈ કારીયા, પ્રતાપભાઈ ચગ, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, સુનિલભાઈ પુજારા, અનિલભાઈ સોમૈયા, મનોજભાઈ ચંદારાણા, પપ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, કિશોરભાઈ ઘેલાણી, સંજયભાઈ હિરાણી, અમિતભાઈ પોપટ, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, પારસભાઈ ચગ, હિતેશભાઈ જાની, દિનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ દોશી પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ વ્યવસ્થા, મેડિકલ સાધનો ની સેવા, ફ્રિઝ શબ પેટી, મેડિકલ કેમ્પ, નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, બ્લડ ડોનેશન, કુદરતી આફત સમયની સેવા સહીત ની વિવિધ સેવાઓ સર્વજ્ઞાતિય વિનામુલ્યે અવિરતપણે પ્રદાન કરવામાં આવે છે ત્યારે મોરબી ના ડો.કુસુમબેન એ.દોશી પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ અન્નપૂર્ણા રથ નાં માધ્યમથી પૂ.જલારામબાપા ની કૃપાથી સેવાકાર્ય નો વ્યાપ વિસ્તારવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે.




Latest News