મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીના નવલખી રોડ ઉપર પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીક રહેતા દેવીપુજક પરિવારના મહિલા આજે વહેલી સવારના અગમ્ય કારણોસર તેઓના ઘરે ગળેફાંસો ખાઈ ગયા હતા.જેથી કરીને તેઓનું મોત નીપજ્યું હતું અને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા બનાવ અંગે જાણ થઈ હતી અને જેથી કરીને હાલ બનાવના કારણ અંગે બી ડિવિઝન પોલીસ મથક ખાતે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીક રહેતા પરિવારના સુનીતાબેન કલ્પેશભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (ઉમર ૨૨) નામની પરિણીતા આજે તા.૮-૪ ના વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ ગયા હતા.જેથી કરીને સુનીતાબેન કુંઢીયાનું મોત નીપજ્યું હતું અને તેઓના મૃતદેહને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.મૃતક સુનિચાબેનનો લગ્નગાળો બે વર્ષનો હતો અને તેમને એક સંતાન હોવાનું જાણવા મળેલ છે.હાલ કયા કારણોસર સુનિતાબેને અંતિમ પગલું ભર્યું તે બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ડી.કે.જાડેજા અને દશરથસિંહ જેઠવા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

બાળકી સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી રોડ શ્રી રામ સીરામીક પાસે આવેલ લેકટોસ સીરામીક નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારની ખુશી પવાર નામની છ વર્ષની બાળકીને ગઈકાલ તા.૭ ના મોડીરાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટએ લેતા ઇજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.જ્યાંથી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના શનાળા કંડલા બાયપાસ ઉપર આવેલ આનંદનગર વિસ્તારમાં રહેતા રમજાનભાઈ તારૂદીનભાઈ મકરાણી નામના ૩૦ વર્ષના યુવાનને ગઈકાલ તા.૭ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં મોરબીના સામાકાંઠે આવેલ ઘુંટુ રોડ ઉપર હરિઓમ પાર્ક વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવ અંગે નોંધ કરી મારામારીના કારણે અંગે આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News