મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે આધેડની હત્યાના ગુનામાં આરોપીને કોર્ટે ફટકારી ૧૦ વર્ષ સખ્ત કેદની સજા, એક લાખનો દંડ


SHARE









હળવદના સુરવદર ગામે આધેડની હત્યાના ગુનામાં આરોપીને કોર્ટે ફટકારી ૧૦ વર્ષ સખ્ત કેદની સજા, એક લાખનો દંડ

હળવદ તાલુકાના સુરવદર ગામે વર્ષ ૨૦૧૮ માં દીકરીની છેડતી કરનારને ઠપકો આપવા માટે ગયા હતા ત્યાર બાદ મારામારી કરીને યુવાનને છરીના ઘા ઝીંકી દિધા હતા જેથી ઈજા આધેડને સારવારમાં લઇને આવેલ હતા અને સારવારમાં તેનું મોત નિપજ્યુ હતું જે હત્યાનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમા કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે અને એક આરોપીને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કેસની સરકારી વકિલ પાસેથી મળેલ વિગતો મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામના નિતેષભાઈ સુરાણીએ હત્યાની ફરીયાદ નોંધાવેલ હતી જેમા જણાવ્યુ હતુ કે ગત તા.૨૦-૧૧-૨૦૧૮ ના રોજ ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે થોડે દુર દેકારો થતા ગામના ઝાંપા તરફ જતા ગામના ભરત ગાંડુભાઈ દેસાઈની દુકાન સામે કુટુંબી ભાઈ અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણી બાઈક લઈને ઉભા હતા અને ગામના મનસુખ તખુભાઈ દેસાઈ અને જતિન મનસુખ દેસાઈ લાકડાના ધોકા લઈને ગાળો બોલતા હતા અને છોકરીની છેડતી બાબતે શા માટે બોલાચાલી કરી હતી.? તેવુ કહીને જતિને લાકડાના ધોકા વડે અશોકભાઈને છાતીના ભાગે ઘા માર્યો હતો તેમજ મનસુખભાઈએ છરી કાઢી પીઠના પાછળના ભાગે ઘા કરીને અશોકભાઇને ઈજા કરી હતી.જે ઈજાગ્રસ્ત અશોકભાઈનું સારવાર દરમ્યાન મોત થયું હતું.જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો અને હત્યાનો આ કેસ બીજા એડીશનલ સેશન્સ જજ સાહેબ વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટ ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેએ કોર્ટમાં ૧૦ મૌખિક અને ૨૯ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી મનસુખ તખુભાઈ દેસાઈને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે અને એક લાખનો દંડ કર્યો છે જયારે આરોપી જતીન મનસુખ દેસાઈને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.




Latest News