મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં એચ.ડી.એફ.સી. થી એવન્યુ પાર્ક સોસાયટી સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ


SHARE













મોરબીમાં એચ.ડી.એફ.સી. થી એવન્યુ પાર્ક સોસાયટી સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

રોડ નવીનીકરણ અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા હાલ ટાઈટન બિલ્ડીંગથી એવન્યુ પાર્ક સોસાયટીના ગેટ સુધીના રોડ બનાવવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. રવાપર રોડ પર જતા વાહનોનું ડાયવર્ઝન આપી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મોરબીમાં ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક) થી ટાઇટન બિલ્ડીંગ અને ટાઈટન બિલ્ડીંગ થી એવન્યુ પાર્ક સોસાયટીના ગેટ સુધી (નાલુ બાદ કરતા) ના રોડ પર કામગીરી શરૂ હોવાથી વાહનોની અવર જવર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ અન્વયગરપાલિકા વિસ્તારમાં વાહનોની આવન જાવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ રોડ પરના વાહનોના પ્રવેશ પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસ્તા તરીકે રવાપર રોડની બંને સાઈડ પેટા શેરીઓ, કાલિકા પ્લોટ મેઇન રોડ તથા શક્તિ પ્લોટ મેઇન રોડ, નીલકંઠ સ્કુલની આસપાસની શેરી વાળા રોડ અને અન્ય રોડનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ - ૧૩૧ અન્વયે સજાને પાત્ર થશે

મોરબી જિલ્લાના નવા વાહનો માટે પસંદગીના ઓનલાઇન અરજી શરૂ

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AD, GJ36 AG, GJ36 AH, GJ36 AK, GJ36 AM અને ફોર વ્હિલ માટે GJ36 AF, GJ36 AJ, GJ36 AL  ટ્રાન્સપોર્ટ  પ્રકારના વાહનો માટે GJ36V, GJ36X તથા થ્રી-વ્હિલ માટે GJ36W સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૧૫ /૦૪ /૨૦૨૪  થી શરૂ થનાર છે. તા.૧૫ /૦૪ /૨૦૨૪  થી તા.૧૭ /૦૪/૨૦૨૪ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૭/૦૪/૨૦૨૪ થી તા.૧૯ /૦૪/૨૦૨૪ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૧૯ /૦૪/૨૦૨૪ નારોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.તેમજ બાકી રકમનું ચૂકવણું પરિણામ જાહેર  થયેલી ૧ દિવસમાં ઉપરોક્ત વેબસાઇટ પર જઈને કરવાનું રહેશે. જેથી પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News