મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકમાંથી વતનમાં જવાની માતાએ ના પડતાં સગીરાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE









ટંકારા તાલુકમાંથી વતનમાં જવાની માતાએ ના પડતાં સગીરાએ અણધાર્યું પગલું ભર્યું

ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ જિનિંગ મિલની ઓરડીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને ત્યાં બાજુમાં રહેતા યુવાન સાથે મનમેળ થઈ ગયો હતો અને યુવાન તેના વતનમાં જતો હોય તે સગીરાને પણ તેની સાથે જવું હતું જોકે સગીરાની માતાએ તેને સાથે જવાની ના પડી હતી જેથી યુવાને તેના વતનમાં જતો રહ્યો હતો અને સગીરાને મનોમન લાગી આવતા તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતક સગીરાની માતાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ ઓસન કોટન જીનિંગ મિલની ઓરડીમાં રહેતી અને મજૂરી કામ કરતી દેવિકાબેન સરદારભાઈ મેડા (૩૫) નામની મહિલાએ તેની દીકરી સુનીતાબેન સરદારભાઈ મેડા (૧૭)એ જિનિંગ મિલના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવા અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સી.એસ. કડવાતર ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક સુનિતાબેનને તેઓની ઓરડીની બાજુમાં રહેતા અને ત્યાં ફીટરનું કામ કરતા રવિકુમાર નામના વ્યક્તિ સાથે મનમેળ હતો અને રવિકુમાર પોતાના વતનમાં જતો હોય મરણ જનાર સગીરાને તેની સાથે જવું હતું ત્યારે તેની માતા દેવિકાબેને તેને જવાની ના પાડી હતી અને તારી ઉંમર નાની છે રવિકુમાર સાથે તારે ન જવાય તેવું કહ્યું હતું જેથી રવિકુમાર તેના વતનમાં જતો રહ્યો હતો અને ત્યારબાદ સગીરાને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News