વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વેલ્ડિંગની દુકાને કામ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE









વાંકાનેરમાં વેલ્ડિંગની દુકાને કામ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના જડેશ્વર ચેમ્બરમાં વેલ્ડીંગની દુકાન ધરાવતા યુવાનને દુકાને હતો ત્યારે હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તે યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર હાર્ટ એટેકના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને યુવાનોને હાર્ટ અટેક વધુ આવતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે તેવામાં વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ જડેશ્વર ચેમ્બરમાં વેલ્ડીંગની દુકાન ધરાવતા અને મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા શંકરભાઈ લક્ષ્મણભાઈ કુંમખાણીયા (૪૦) નામનો યુવાન પોતાની વેલ્ડીંગની દુકાને હતો અને કામ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News