વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પરિવારે સગાઈ માટે નક્કી કરેલ છોકરી ગમતી ન હોવાથી યુવાને અનંતની વાટ પકડી


SHARE









મોરબીમાં પરિવારે સગાઈ માટે નક્કી કરેલ છોકરી ગમતી ન હોવાથી યુવાને અનંતની વાટ પકડી

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતા યુવાનની સગાઈ કરવાનું પરિવારજનોએ નક્કી કરી નાખ્યું હતું જોકે તે યુવાનને છોકરી ગમતી ન હોવાથી તેને મનોમન લાગી આવતા તેણે પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હતો જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્ક સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો કૃષ્ણ રાયસીંગ મછાર જાતે આદિવાસી (૧૮) નામના યુવાને લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન ગુલાબસિંહ કિશનભાઈ અજનાર જાતે આદિવાસી (૩૧) રહે. હાલ કમ્પાઉન્ડર સીરામીક સરતાનપર રોડ મોરબી મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની સગાઈ કરવાનું તેના પરિવારજનો દ્વારા નક્કી કરેલ હતું જો કે, મૃતક યુવાનને તે છોકરી પસંદ ન હતી જેથી કરીને તેને મનોમન લાગી આવતા તે યુવાને લેવર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે હાલમાં નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે




Latest News