કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 4 રેડ: 19 બોટલ વિદેશી, 25 લિટર દેશી દારૂ અને 300 લિટર આથો કબ્જે વાંકાનેરના ભલગામ નજીક બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતીએ શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન


SHARE











મોરબીમાં પરશુરામ જયંતીએ શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન

મોરબીમાં દર વર્ષે પરશુરામ જયંતીની ધામધુમથી ઉજવણી વર્ષોથી કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ આખત્રીજના દિવસે મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવશે

મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી જ્યદીપભાઈ મહેતા અને નયનભાઈ પંડ્યા સહિતની યુવાનોની ટિમ દ્વારા આગામી તા.૧૦ મે ના રોજ પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવશે અને તે પહેલા એટ્લે કે તા ૯ ના રોજ રાતે ૯:૦૦ કલાકે નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે રાસ ગરબાનું ભૂદેવો માટે આયોજન કરવામાં આવ્યું છે. અને અખાત્રીજના દિવસે મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતેથી શોભાયાત્રા બપોરે ૪:૦૦  કલાકે નીકળશે જે વાજતે ગાજતે મોરબીના માર્ગો ઉપર પસાર થઈને પરશુરામ ધામ ખાતે પહોંચશે અને ત્યાં પરશુરામ દાદાને છપ્પન ભોગ સાથે મહાઆરતી કરવામાં આવશે ત્યાર બાદ પ્રસાદ યોજાશે અને આગામી વર્ષ માટેની પરશુરામ યુવા ગ્રૂપની ટીમને જાહેર કરવામાં આવશે જેથી આ કાર્યક્રમમાં વધુમાં વધુ ભૂદેવો તેનો પરિવાર સાથે જોડાય તેના માટે પરશુરામ યુવા ગ્રુપ અને આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News