કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 4 રેડ: 19 બોટલ વિદેશી, 25 લિટર દેશી દારૂ અને 300 લિટર આથો કબ્જે વાંકાનેરના ભલગામ નજીક બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં મશીન ફાટતાં દાઝી ગયેલ બે યુવાન સારવારમાં


SHARE











મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં મશીન ફાટતાં દાઝી ગયેલ બે યુવાન સારવારમાં

મોરબી તાલુકાના સોખડા ગામ પાસે કારખાનામાં મશીન ઉપર કામગીરી કરતા સમયે કોઈ કારણોસર મશીન ફાટતાં દાજી જવાથી બે યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સોખડા ગામ નજીક પેસિફિક વુડ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મુર્તુઝા સમયુદ્દીન મોહમ્મદ (૩૫) અને શબ્બીરભાઈ અબ્દુલભાઈ મોહમ્મદ (૧૯) નામના બે યુવાનો કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે મશીન ફાટતાં તે બંને યુવાનો દાઝી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીમાં આવેલ મેઘાણીની સ્કૂલ નજીક ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા મહાદેવભાઇ વેલજીભાઈ ભાડજા (૬૨) મોરબીના સનાડા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં વૃદ્ધને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી

ફિનાઇલ પીધું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા ફાલ્ગુનીબેન સુભાષભાઈ મઢવી (૧૭) નામની યુવતીએ પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે






Latest News