હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 4 રેડ: 19 બોટલ વિદેશી, 25 લિટર દેશી દારૂ અને 300 લિટર આથો કબ્જે વાંકાનેરના ભલગામ નજીક બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી સંસ્થાઑ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે જાગૃતિના કાર્યક્રમ યોજાયા


SHARE











મોરબીમાં જુદીજુદી સંસ્થાઑ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે જાગૃતિના કાર્યક્રમ યોજાયા

વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે શેરી નાટક રજૂ કર્યું હતું. જેના દ્વારા બાળકોએ લોકોને મેલેરિયા અને મચ્છરોથી બચાવવા માટેની ટિપ્સ શેર કરી હતી અને આ જીવલેણ રોગથી દરેકને બચાવવા અને પોતાની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી સીમા જાડેજાએ જણાવ્યુ હતું કે, ભારતમાં દર વર્ષે હજારો લોકો મેલેરિયાના કારણે જીવ જાય છે જેથી લોકોને જાગૃત કરવા માટેનો આ પ્રયાસ કર્યો હતો આ કાર્યક્રમ રમતગમત વિભાગના અધ્યક્ષ ડો. અલી ખાનના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયો હતો આવી જ રીતે હડમતિયા કુમાર શાળાકન્યા તાલુકા શાળા તેમજ લજાઈ ગામે દેવદયા માધ્યમિક શાળાલજાઈ તાલુકા શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો ટંકારા હેલ્થ ઓફિસ હેઠળના તમામ આરોગ્ય કેંન્દ્રો દ્રારા વિશ્વ મેલરીયા દિવસની ઉજવણી કરવામા આવેલ હતી અને વાહક જન્ય રોગો જેવાકે મલેરીયાચિકનગુનીયાડેન્ગ્યુના નિયંત્રણ અને અટકાયતી પગલા માટે લોકોને શું તકેદારી રાખવી તે બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા






Latest News