હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 4 રેડ: 19 બોટલ વિદેશી, 25 લિટર દેશી દારૂ અને 300 લિટર આથો કબ્જે વાંકાનેરના ભલગામ નજીક બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી
Breaking news
Morbi Today

મોરબીમાં નજીકથી દારૂ ભરેલ ગોડાઉન પકડવાના ગુનામાં જિલ્લાના લોકલ બુટલેગર વિજય અઘારાની ધરપકડ


SHARE











મોરબીમાં નજીકથી દારૂ ભરેલ ગોડાઉન પકડવાના ગુનામાં જિલ્લાના લોકલ બુટલેગર વિજય અઘારાની ધરપકડ

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો જે ગુનામાં મુખ્ય આરોપીને પકડવાનો બાકી છે જો કે, તપાસનીસ અધિકારી અને તેની ટિમ દ્વારા એક પછી એક આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી જીલ્લામાં જીમીત પટેલના ભાડે રાખેલા ગોડાઉનમાંથી દારૂ લઈ જવામાં ઘણા લોકલ બુટલેગરના નામ પણ સામે આવી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લાના કુખ્યાત બુટલેગરની ધરપકડ કરવામાં આવેલ છે હવે તેની પાસેથી દારૂના આ ગોરખધંધામાં કોણ કોણ સામેલ છે તેના નામ પણ સામે આવે તેવી શક્યતા છે

મોરબીના લાલપર ગામ પાસે અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ ગોડાઉન ભાડે રાખીને તેના રાજસ્થાનના બે કુખ્યાત બુટલેગર સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો હતો અને ત્રણ જીલ્લામાં દારૂની સપ્લાઈ સપલાઈ કરવામાં આવી રહી હતી જેથી કરીને માલ મંગાવનારા જીમિત પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે સમયે લાલપર ગામે રેડ કરી હતી ત્યારે ૧,૫૧,૧૦,૩૪૦ ની કિંમતની ૬૧૧૫૨ દારૂની બોટલ તેમજ અન્ય મુદામાલ મળીને પોલીસે ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કર્યો હતો આ ગુનામાં હજુ પણ બુટલેગર જીમિત શંકરભાઈ પટેલને પકડવાનો બાકી છે જો કે, તેના બે ભાગીદાર પૈકીનાં ભરત મારવાડીને પકડીને તેના રિમાન્ડ પૂરા થતાં જેલ હાવલે કરવામાં આવેલ છે જો કે, રાજારામ મારવાડીને પકડવાનો બાકી છે

આ ગુનામાં થોડા સમય પહેલા યુવરાજસિંહ પરમાર, કલ્પેશ જયંતિભાઈ અઘારા, આસિફ મન્સૂર મીર અને મેહુલ ઉર્ફે જગો ઉર્ફે ટાલો સાબરિયા અને ભારત મારવાડીની ધરપકડ કરી હતી જે આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા હતા અને આ ગુનામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં કુખ્યાત બુટલેગર વિજય જયંતિભાઈ અઘારાનું પણ નામ સામે આવ્યું હતુ જેથી તેને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી તેવામાં આરોપીની તપાસનીસ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ આરોપી વિજય જયંતિભાઈ અઘારા જાતે પટેલ (૪૦) રહે. જૂના દેવળીયા તાલુકો હળવદ વાળો અગાઉ પના દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે જેથી કરીને તેની પાસેથી કેટલીક ચોકાવનારી માહિતી આગામી દિવસોમાં સામે આવે તેવી પૂરે પૂરી શક્યતા સેવાઇ રહી છે અને આજે આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે


અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા હરેશભાઈ રામાણી સાથે તેની દીકરી કશીશ બાઈકમાં બેસીને સર્વોપરી સ્કૂલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને કશીશને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા શામજીભાઈ રામજીભાઈ શ્રીમાળી (૬૨) નામના વૃદ્ધ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચોકડી પાસે હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં શામજીભાઈને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળથી કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી છે

મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા પ્રફુલભાઈ દિલીપભાઈ દેવીપુજક (૨૮)ને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી અને આ યુવાનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને સારવાર આપીને મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી છે






Latest News