મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર ગામે પતિ સાથે બોલાચાલી બાદ પરિણીતાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE





મોરબીના લખધીરપુર ગામે પતિ સાથે બોલાચાલી બાદ પરિણીતાએ અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના લખધીરપુર ગામે મંદિરની પાછળના ભાગમાં રહેતી પરણીતાએ પતિ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પરિણીતાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને મૃતક મહિલાના મૃતદેહને તેનો પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા રાહુલભાઈ બારૈયાના પત્ની રવિનાબેન બારૈયા (૨૧)એ પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ રાહુલભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે ત્યારે તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક રવિનાબેનને તેના પતિ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ તેણે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે તેની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને પરિવારજનોના નિવેદન લેવા સહિતની કામગીરી હાલમાં ચાલી રહી છે

મહિલા સારવારમાં

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા મુક્તાબેન મગનભાઈ ખાણધર (૫૩) નામના મહિલા મોરબીના મચ્છુ ડેમ નજીકથી રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે ત્યાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મુક્તાબેનને ઇજાઓ થઇ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીના સનાડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે




Latest News