મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામેથી સગીરાનુ અપહરણ, જાણ થતા પોલીસ તપાસ શરૂ


SHARE





મોરબીના ઘુંટુ ગામેથી સગીરાનુ અપહરણ, જાણ થતા પોલીસ તપાસ શરૂ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થતાં ભોગ બનેલ પરિવાર દ્વારા હાલ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.જેથી તાલુકા પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.આ બાબતે વધુમાં તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરી ગત તા.૮-૪ ના સવારના નવેક વાગ્યાના અરસામાં ઘરેથી ગુમ થયેલ હોય અને કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેણીને લલચાવી ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જવાયેલ હોય તે સબબની ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ પોલીસે અપહરણની ફરિયાદ નોંધલ છે.જેની આગળની તપાસ પીએસઆઇ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.

કાર સાથે અથડાયા બાદ રીક્ષા પલ્ટી જતા મહિલા સારવારમાં

મોરબીના ગોકુળનગર વિસ્તારમાં આવેલ ધુલની વાડી વિસ્તારમાં રહેતા અમૃતબેન મનસુખભાઈ ડાભી નામની ૩૭ વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ બાબતે વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અમૃતબેન ડાભી રિક્ષામાં બેસીને કામ સબબ બહાર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી ગાડી સાથે રીક્ષા અથડાઈ હતી જે બનાવમાં રીક્ષા પલ્ટી મારી ગયા બાદ અકસ્માત સર્જાતા તેઓને બંને હાથે ફેક્ચર જેવી ઈજાઓ થઈ હોય સારવારમાં ખસેડાયા હતા અને બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી

મારામારીમાં ઈજા થતાં મહીલા સારવારમાં

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર ભડીયાદ ગામની સીમમાં આવેલા મિલેનિયમ સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા દીપાબેન ગુરૂચરણ દેહરી (ઉંમર ૨૦) નામની મહિલાને પતિ સાથે ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઇજા થતા અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જેથી બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં રહેતા દશરથભાઈ સુરેશભાઈ ડાભી નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે કોઈ બાબતે થયેલ ઝગડા બાદની મારામારીના બનાવમાં ઇજાઓ થતા અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતેથી બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવ અંગે નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.




Latest News