હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને એસિડ પી ગયેલા આધેડનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં બીમારીથી કંટાળીને એસિડ પી ગયેલા આધેડનું સારવારમાં મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા આધેડે બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઘરે હતા ત્યારે એસિડ પી લીધુ હતું જેથી કરીને તેને સીરવારમાં લઇ ગયા હતા અને ત્યા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે જે બનાવ અંગેની મોરબીની ખાનગી હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નથુભાઈ રાજાભાઈ મુછડીયા (૫૫) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેણે એસિડ પી લીધું હતું જેથી કરીને નથુભાઈને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડને બીમારી હોય બીમારીથી કંટાળીને તેઓએ પોતાની જાતે એસિડ પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજુયછે

યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ રાતી દેવડી ગામે સુરાપુરા દાદાના મંદિર પાસે યોગેશવન અશોકવન ગોસ્વામી (૪૦) રહે રાજકોટ વાળો કોઈ કારણોસર બેભાન થઈ જતા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News