હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે મંદિરના પટાંગણમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE











મોરબીના બરવાળા ગામે મંદિરના પટાંગણમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા ગામ પાસે નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં ઝાડ સાથે દોરડું બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની રાબેતા મુજબ નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા નરેશભાઈ જીનાભાઈ ખાંભલા (૨૨) નામના યુવાને બરવાળા ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં ઝાડ સાથે દોરડું બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હીરાભાઈ કરમણભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન ઓનલાઈન ગેમ રમતો હતો જોકે તેણે અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોબાઈલ ફોનની અંદર જ કોઈનો વાંક નથી હું મારી જાતે આ પગલું ભરું છું તે પ્રકારનો મેસેજ મૂક્યો હોવાનું જાણવા મળી ગયું છે

ફિનાઇલ પી ગયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા કિશન મુકેશભાઈ તલગામડીયા (૨૬) નામના યુવાને પોતાના ઘરે હતો ત્યારે પોતાની જાતે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે






Latest News