હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

ટંકારા નજીક જીનીગ મિલમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત


SHARE

















ટંકારા નજીક જીનીગ મિલમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેકનામ રોડ ઉપર રૈયાણી કોટન જીનીગ મિલના ગ્રાઉન્ડમાં યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પડધરીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના બેડ ગામના રહેવાસી બસીરભાઈ કાસમભાઇ સુઘરા જાતે મુસ્લિમ (૪૫) નામનો યુવાન ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ રૈયાણી કોટન જીનીગ મિલના ગ્રાઉન્ડમાં હતો ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પડધરીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મૃતકના દીકરા સમીરભાઈ બસીરભાઈ સુઘરા જાતે મુસ્લિમ (૨૩) રહે બેડ ગામ જીલ્લો જામનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ખાદી ભંડાર પાસે રહેતા હેમલત્તાબેન ઝીંઝવાડીયા (૬૪) નામના મહિલા બાઈક ઉપર બેસીને મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રામજીનીંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થયું હતું અને હેમલતાબેન રસ્તા ઉપર નીચે પટકાતા તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળથી કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી




Latest News