હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાનાર ૨૪ માં હિન્દુ-મુસ્લિમ સમુહ લગ્નમાં જોડાવા અપીલ


SHARE











મોરબીમાં હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાનાર ૨૪ માં હિન્દુ-મુસ્લિમ સમુહ લગ્નમાં જોડાવા અપીલ

૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક એવા એક મંડપ નીચે દર વર્ષની જેમ નિકાહ અને મંગલ ફેરા ફરી નવજીવનની શરૂઆત કરશે

મોરબી મુકામે વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી કોમી એકતાના પ્રતીક સર્વ ધર્મ સન્માન સાથે સર્વ સમાજમાં લોકપ્રિય સૈયદ હાજી એમદ હુસેનમીયા કાદરી દ્વારા શરૂ કરવામાં આવેલ સમુહ લગ્નનું આયોજન છેલ્લા ૨૩ વર્ષથી રાબેતા મુજબ ચાલી રહ્યું છે.જેમાં ૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ યુગલો એમ કુલ ૧૦૨ જીવનસાથી નવા જીવનની શરૂઆત એક જ મંડપ નીચે કરાવવામાં આવે છે.જેમા હિન્દુ વિધિના મંત્રો સાથે મંગળફેરા ફરી સાધુ સંતોના આશિર્વાદથી તેમજ કલમા પઢીને નિકાહ કરાવવામાં આવે છે.સંતો-મહંતો તેમજ ફકીરોની હાજરીમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.તેમજ રાજકીય સામાજિક સહિત સંસ્થાઓના આગેવાનો વિગેરે માહાનુભવો આ કોમી એકતાના ઉદાહરણ ભાગરૂપે યોજાતા આ સમૂહ લગ્નમાં મોટાભાગે હાજરી આપતા હોય છે.

ત્યારે આગામી તા.૯-૬ ને રવિવારના રોજ બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા ૨૪ માં સમૂહ લગ્નનું આયોજન સંસ્થા દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યું છે.જેમાં જરૂરિયાતમંદ દુલા-દુલ્હન  તેમજ વર-કન્યાના વાલીઓ સમયસર તેમના લગ્ન અંતર્ગત ફોર્મ મેળવી સમયસર જમા કરાવી દે તેમ બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.ફોર્મ મેળવવા માટે ઈકબાલભાઈ હુસેનભાઇ રાઠોડ હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ સિપાઈ વાસ મોબાઈલ નંબર ૯૧૭૩૪ ૯૨૩૨૭, બચુભાઈ ચાનીયા અયોધ્યાપુરી મેઇન રોડ મોબાઈલ નંબર ૯૮૨૫૬ ૪૫૮૪૪, મહેશભાઈ હોટલ ડિલક્સ નહેરૂગેટ પાસે કે.બે.બેકરીની બાજુમાં મોબાઈલ નંબર ૯૮૭૯૩ ૧૦૫૯૫, વિમલભાઈ દફતરી એરવોઈઝ ગ્રીન ચોક મોબાઈલ નંબર ૮૦૦૦૦ ૦૦૧૮૧ ખાતે સંપર્ક કરી વધુ વિગત પ્રાપ્ત કરી આ કોમી એકતાના સમુહ લગ્નમાં સામેલ થવા સંસ્થાના આયોજકો દ્વારા અપીલ કરવામાં આવેલ છે.






Latest News