મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટીબરાર ગમે પ્રાથમિક શાળામાં ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE





























માળીયા (મી)ના મોટીબરાર ગમે પ્રાથમિક શાળામાં ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

માળિયા (મી.)ના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ડાન્સ અને વિદાય ગીતો રજુ કર્યા હતા. શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન શૈક્ષણિક અને સહઅભ્યાસીક પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીની કાનગડ અને જાનવી સુરેશભાઈને Student of the year નો એવોર્ડ અને વર્ષ દરમ્યાન શાળામાં સૌથી વધુ દિવસ હાજર રહેનાર વિદ્યાર્થીની હુંબલ કૃપાલી અરવિંદભાઈને શ્રેષ્ઠ હાજરી સન્માન એવોર્ડ અર્પણ કરાયો હતો તેમજ શાળામાં શિક્ષક તરીકેની સેવા આપનાર ગામની દીકરી સંજના ડાંગર અને શાળાના સફાઈ કામદાર કાસીબેન ચૌહાણનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. સાથે ધો.૮ ના તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન ભેટ આપી આગળના ભવિષ્ય માટે શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.














Latest News