હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહિલા નોટરીની રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુંક


SHARE











મોરબીના મહિલા એડવોકેટ-નોટરીની રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુંક

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં મોરબીના મહિલા એડવોકેટની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલી છે.મોરબીના વાલ્મિકી સમાજના ગૌરવસમા એડવોકેટ વૈજંતીબેન વાઘેલાની રાજ્ય સરકાર દ્વારા તેઓના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંદર સભ્ય તરીકે વરણી કરવામાં આવેલી હોવાથી વાલ્મિકી સમાજનું પણ ગૌરવ વધ્યું છે અને હાલમાં તેઓની નિમણુંકને લઈને તેઓના વકીલ મિત્રો, શુભેચ્છકો તેમજ તેઓના સગા-સ્નેહીઓ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, એડવોકેટ અને નોટરી વૈજયંતીબેન વાઘેલાની તાજેતરમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.વકીલાતની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે મહત્વની જવાબદારી નિભાવતા વાલ્મિકી સમાજના અગ્રણી એવા વૈજયંતીબેન વાઘેલાની વિભાગમાં નિમણૂક થતાં વાલ્મિકી સમાજ સહિતના અગ્રણીઓએ અભિનંદન સાથે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.વૈજયંતીબેન વાઘેલાની સભ્ય તરીકે નિમણુક થતાં વાલ્મીકિ સમાજમાં પણ ગૌરવની લાગણી પ્રસરી છે.






Latest News