વાંકાનેરના હરિપાર્કમાં આધેડે ઘરમાં અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબી: દીકરીનું અપહરણ કરનારા યુવાનના બનેવી સહિત બે વ્યક્તિનું અપહરણ કરી ખંડણી માંગી !, સાત શખ્સો સામે ફરિયાદ
SHARE
મોરબી: દીકરીનું અપહરણ કરનારા યુવાનના બનેવી સહિત બે વ્યક્તિનું અપહરણ કરી ખંડણી માંગી !, સાત શખ્સો સામે ફરિયાદ
મૂળ એમપીના રહેવાસી યુવાનના સાળાએ યુવતીનું અપહરણ કર્યું હતું જે બાબતનો ખાર રાખીને મોરબીના સરતાનપર રોડ ઉપર આવે સીરમિક કારખાનાના ગેઇટ પાસે ફોન કરીને યુવાનના બનેવીને યુવતીના પિતાએ બોલાવેલ હતો અને ત્યારે ત્યાં આવેલ બે વ્યક્તિનું ઇકો ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને સાત શખ્સો દ્વારા તેને ઇકો ગાડીમાં લઈ ગયા બાદ લાકડી, સળિયા અને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી તેમજ ફરિયાદી યુવાનના ફોનમાંથી તેના પરિવારજનોને ફોન કરીને પૈસાની માગણી કરી હતી અને પૈસા નહિ આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના નવલપુરાના રહેવાસી વિકાસ ગુડ્ડા બારેલા જાતે ભીલ (૨૨) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણજિત દોલા વસુનીયા જાતે ભીલ, સંગ્રામ છગન કટારા રહે. આનંદખેડી, લવકુશ રામા મેડા રહે. હનુમન્તિયાકાગા અને રામકિશન નામાલુમ તેમજ અજાણ્યા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી રણજીતની દીકરી આશાનું અપહરણ ફરિયાદીના શાળાએ કરેલું છે અને તે મળી ગયેલ છે તેમ કહીને ફરિયાદી યુવાનને ફોન કરીને સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રીસ ટાઈલ્સ ફેક્ટરીના ગેટ પાસે બહાર બોલાવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી વિકાસ અને તેની સાથે આવેલ સોનુ બંનેનું બળજબરીપૂર્વક ઈકો ગાડીમાં રણજીત, સંગ્રામ અને લવકુશે અપહરણ કર્યું હતું અને ત્યારબાદ આગળ જઈને આ ઈકો ગાડીમાં ચાર અજાણ્યા શખ્સો બેઠા હતા અને આરોપી રણજીતના ગામ લઈ જઈને વિકાસ તથા સોનુને લાકડી, સળિયા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં પરંતુ ફરિયાદી યુવાનના ફોનમાંથી તેના પરિવારજનોને ફોન કરીને રૂપિયાની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકો પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ.ભરગા ચલાવી રહ્યા છે