મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઈન્ડસ્ટ્રીની થીમ આધારિત સવિશેષ મતદાન મથક


SHARE











મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઈન્ડસ્ટ્રીની થીમ આધારિત સવિશેષ મતદાન મથક

મોરબીમાં લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં સવિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે સખી મતદાન મથક, દિવ્યાંગ સંચાલીત મતદાન મથકોની સાથે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ધરમપુર ખાતે મોરબી સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને પ્રદર્શિત કરતું સવિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

સમગ્ર ગુજરાતની સાથે ગણતરીના કલાકોમાં મોરબી જિલ્લામાં પણ હાલ લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે. જેને ધ્યાનમાં રાખી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે, જિલ્લામાં મતદાન મથકો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સામાન્ય મતદાન મથકો સિવાય પણ જિલ્લામાં સવિશેષ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેની સાથે જે તે જિલ્લાની ઓળખ સાથે જોડાયેલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે મોરબી ખાતે સિરામીક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામીક ઉદ્યોગની સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને પ્રદર્શિત કરતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.

મતદાન મથક ઉભું કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સવિશેષ મતદાન મથકમાં સિરામીક ઉદ્યોગની સિદ્ધીઓ અને સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને દર્શાવવામાં આવી છે. વિશ્વનું બીજુ સૌથી મોટું સિરામીક કલસ્ટર, મોરબી જિલ્લાના સિરામીક ઉદ્યોગની વિશેષતાઓ અને સિરામીક ઉદ્યોગમાં નળિયાથી વિક્ટ્રીફાઈ સુધીની સફરની થીમ આધારિત મતદાન મથકમાં વિશેષતાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત સિરામીક ઉદ્યોગ સંલગ્ન ટાઈલ્સ અને અન્ય સિરામીક પ્રોડક્ટ પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા અને સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી આ મતદાન મથક ખાતે સિરામીક ઉદ્યોગનો ટુંકો ઈતિહાસ, ટર્ન ઓવર, કેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે.






Latest News