ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મનપસંદ પ્રતિનિધિ ચુંટવા માટેનો મોકો છે તો મતદાન કરી લેજો પછી બળાપો ન કરતા: હાસ્ય કલાકાર હકાભા ગઢવી


SHARE







મનપસંદ પ્રતિનિધિ ચુંટવા માટેનો મોકો છે તો મતદાન કરી લેજો પછી બળાપો ન કરતા: હાસ્ય કલાકાર હકાભા ગઢવી

લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની તો તેમને આજે તેઓના પત્ની અને દીકરી સાથે જઈને મતદાન કર્યું હતું અને ત્યારબાદ તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મનપસંદ પ્રતિનિધિને ચૂંટવા માટે પાંચ વર્ષે એક વખત મોકો મળતો હોય છે ત્યારે દરેક મતદારે પોતાની ફરજ સમજીને પોતાના મનગમતા પ્રતિનિધિ ને ચુંટી કાઢવા માટે તેને મતદાન કરવું જોઈએ અને મતદાન નથી કરતા તે લોકો પછી બળાપો કાઢતા હોય છે તેવું ન થાય તે માટે સૌ અવશ્ય મતદાન કરે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

આજે ગુજરાતની લોકસભાની તમામ બેઠકો ઉપર ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને લોકો ઉત્સાહભેર વહેલી સવારથી મતદાન બુથ ઉપર લાઈનો લગાવીને મતદાન કરી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદમાં રહેતા જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ તેઓના પત્ની અને દીકરી સાથે જઈને હળવદની સરા ચોકડી પાસે આવેલ વેજનાથ મહાદેવ મંદિર સામેના ભાગમાં જે મતદાન બુથ આવેલ છે ત્યાં જઈને મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ તેઓએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે મતાધિકાર દરેક નાગરિકને મળે છે અને તેમણે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવું જોઈએ અને પોતાના મનગમતા પ્રતિનિધિને ચુંટી કાઢવા માટે તેને અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને હાસ્ય વ્યંગ સાથે તેઓ જણાવ્યું હતું કે મોટાભાગે જે લોકો મતદાન કરવા નથી જતા તે લોકો જ પાછળથી બળાપો કાઢતા હોય છે જેથી કરીને પાછળથી બળાપો ન કાઢવો પડે તે માટે થઈને લોકો આજે તક મળી છે ત્યારે અવશ્ય મતદાન કરે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરેલ છે.






Latest News