મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા આર્ય ગ્રામ ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન


SHARE









ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા આર્ય ગ્રામ ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન

ભારત વિકાસ પરિષદ મોરબી  દ્વારા “વૃક્ષદેવ પરિચય કાર્યશાળા” નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યુ હતુ.વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે માનનીય વૈદ કિરીટસિંહ ઝાલા  દ્વારા લગભગ ૮૦ જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવેલ અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.આ કાર્યશાળામાં ૭૦ જેટલા ભાઈ બહેનો અને બાળકો ઊપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં ગો-પાલક ,નિવૃત ગ્રામ સેવક, પ્રકૃતિપ્રેમી પ્રાણજીવન ભાઈ કાલરીયા તથા મધુરમ ફાઉન્ડેશન ના ડો.મધુસૂદનભાઈ પાઠક, વૈદ્ય ચિરાગભાઈ વિડજા, વૈદ્ય જાનકીબેન ગામી ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદ ના ડો.જયેશભાઈ પનારા, દિલીપભાઈ પરમાર, રાકેશભાઈ મેરજા, પરેશભાઈ કુંડારિયા, રજનીભાઈ જીવાણી , અશ્વિનભાઈ કોટડિયા તથા પ્રકૃતિપ્રેમી આંબાલાલ પટેલ(કવિ),  ચંદ્રશેખરભાઇ, કાલરિયાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ ધોરીપાણી દ્વારા કરવામાં આવેલ હતું.




Latest News