મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપ અકલ્પનીય લીડ સાથે વિજય મેળવશે, ગુજરાતમાં ૨૬ બેઠકની હેટ્રીક નિશ્ચિત: ચંદુભાઇ સિહોરા


SHARE











સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપ અકલ્પનીય લીડ સાથે વિજય મેળવશે, ગુજરાતમાં ૨૬ બેઠકની હેટ્રીક નિશ્ચિત: ચંદુભાઇ સિહોરા

લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા હળવદ તાલુકાના કેદારીયા ગામના રહેવાસી છે અને તેઓએ આજે સવારે 7 વાગ્યે મતદાનની પ્રક્રિયા શરૂ થતા ની સાથે જ મતદાન બુથ ઉપર જઈને તેઓના પરિવારજનો સાથે મતદાન કર્યું હતું અને આ બેઠક ઉપરથી ભાજપ અકલ્પનીય લીડ સાથે વિજય મેળવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં જે રીતે ગુજરાતની તમામ બેઠકો પર ભાજપનું કમળ ખીલે છે તેવી જ રીતે આ વખતે તમામ બેઠકો ઉપર કમળ ખીલી ઉઠશે તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યેથી મતદાનની પ્રક્રિયા શરૂ થયેલ છે ત્યારે જો વાત કરીએ તો ગુજરાતની સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ચંદુભાઈ સિહોરાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને તેઓએ છેલ્લા દિવસોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ખાસ કરીને તેઓના ચૂંટણી પ્રચાર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરેન્દ્રનગરમાં સભા ગજવી હતી અને આજે સવારે 7 વાગ્યેથી ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થતા ની સાથે જ ચંદુભાઈ સિહોરાએ હળવદ તાલુકાના કેદારીયા ગામે તેઓ રહે છે ત્યાં જઈને સરકારી પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન બૂથ ઉપર પોતાના પરિવાર જેનો સાથે મતદાન કર્યું હતું અને તેઓની સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે આ બેઠક ઉપરથી ભાજપ અકલ્પનીય લીડ સાથે વિજય મેળવશે અને ગુજરાતની 26 એ 26 બેઠકો ઉપર ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.






Latest News