વાંકાનેરના રાતાવિરડા પાસે સિરામિકના કારખાનામાં આગા લગતા ૫૦ લાખનું નુકશાન
વાંકાનેરના દલડી ગામે મગફળીના પાકમાં ભેલાણ કરનારા માલધારીએ ખેડૂતને લાકડી વડે માર માર્યો..!
SHARE
વાંકાનેરના દલડી ગામે મગફળીના પાકમાં ભેલાણ કરનારા માલધારીએ ખેડૂતને લાકડી વડે માર માર્યો..!
વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં પીપરવાડી તરીકે ઓળખાતી વાડીમાં ખેડૂત દ્વારા મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં માલધારી દ્વારા તેના માલઢોરને ભેલાણ કરવા માટે મૂકવામાં આવ્યા હતા જેથી આ બાબતે વાડીના માલિકએ ભેલાણ ન કરવા માટે કહ્યું હતું જેથી કરીને માલધારીએ ખેડૂતને લાકડી વડે મોઢા ઉપર માર માર્યો હતો જેથી કરીને તેને મોઢાના ભાગે ટાંકા આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા વાડીના માલિકએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના દીધલિયા ગામે રહેતા ઝાહીદભાઈ અલીભાઈ સેરસિયા (ઉંમર ૩૫)ની વાડી દલડી ગામની સીમમાં પીપરવાળી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી છે અને તેઓની વાડીમાં તેઓએ મગફળીના પાકનું વાવેતર કરેલ છે દરમિયાન રૂડા ડાયાભાઈ ભરવાડ પોતાના માલઢોર લાવીને ખેતરમાં ભેલાણ કરતાં હતા જેથી કરીને જાહિદભાઈએ તેને ભેલાણ ન કરવા માટે કહ્યું હતું જેથી કરીને આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તેને જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડી વડે જાહિદભાઈને ડાબા ગાલના ભાગે માર માર્યો હતો જેથી કરીને તેને ગાલમાં પાંચ ટકા આવ્યા હતા અને જેથી તેને સારવાર લીધા બાદ રૂડાભાઈ ડાયાભાઈ ભરવાડની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માત
વાંકાનેર નજીક અમરસર પાસે જેટકો પાવર હાઉસના ક્વાર્ટરમાં રહેતા આકાશભાઈ દીપકભાઈ જાદવ (ઉંમર ૨૦)એ હાલમાં બોલેરો કાર નંબર જીજે ૩ બીવી ૨૦૮૧ ના ચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૮૪૦૩ લઈને જતા હતા ત્યારે બોલેરો કારના ચાલકે તેની સામેથી આવીને તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને તેને જમણા હાથ અને પગમાં ગંભીર ઇજા થયેલ છે અને ફ્રેક્ચર થયું હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવે છે અને અકસ્માત સર્જીને બોલેરો કાર ચાલકે પોતાનું વાહન ત્યાં ઘટનાસ્થળે મુકીને નાસી ગયો હતો જેથી કરીને આકાશભાઈ જાદવની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.