સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ-મોરબી દ્વારા રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન
મોરબી નવયુગ કૅરિયર ઍકેડેમીના ફૅશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા ગુજ્જુ ગ્રાફિટી ઇવેન્ટ યોજાઇ
SHARE









મોરબી નવયુગ કૅરિયર ઍકેડેમીના ફૅશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા ગુજ્જુ ગ્રાફિટી ઇવેન્ટ યોજાઇ
મોરબી નવયુગ કૅરિયર ઍકેડેમીના ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા ગુજરાત થીમ ઉપર "ગુજજુ ગ્રાફિટી" ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ફેશન ડિઝાઈનના સ્ટુડન્ટ દ્વારા ગુજરાતી થીમ પર અલગ અલગ ડ્રેસ ડિઝાઇન કરેલ અને રૅમ્પવૉક કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારે જાણીતા એન્કર ડૉ. અમીશા રાચ્છ હાજર રહ્યા હતા અને આ ઇવેન્ટની પ્રશંસા કરેલ હતી. અને વર્ષ ૨૦૧૭ થી ચાલતા નવયુગ ફૅશન ડિઝાઇન ક્લાસના સ્ટુડન્ટે આ ફિલ્ડમાં ખૂબ સફળ કૅરિયર બનાવી રહ્યા છે. અને નવયુગ ફેશન ડિઝાઇનમાં અત્યાર સુધીમાં 300 થી વધુ સ્ટુડન્ટે ખૂબ સફળ કૅરિયર બનાવ્યું છે. ત્યારે નવયુગ ફેશન ડિઝાઇનની નવી બેચ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે તેનું રજિસ્ટ્રેશન ૯૭૨૭૨૪૭૩૭૨ ઉપર કરાવવાનું રહેશે આ કાર્યક્રમમાં સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડિયા, નવયુગ સંકુલના પ્રિન્સિપાલ રાવલ સહિતના જાહર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કૅરિયર ઍકેડેમીના ડાયરેક્ટર દુષ્યંતભાઈ, કો-ઓર્ડિનેટર કાજલબેન, ફેશન ડિઝાઇન ફેકલ્ટીના શ્વેતાબેન અને અવનીબેન,ઍકેડેમીના કર્મચારી ભરતભાઈ, છત્રપાલભાઈ અને ચિરાગભાઈએ ખૂબ જહેમત ઉઠાવેલ હતી.
