મોરબી નવયુગ કૅરિયર ઍકેડેમીના ફૅશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા ગુજ્જુ ગ્રાફિટી ઇવેન્ટ યોજાઇ
ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે ચાલતા યુદ્ધને લઈને લાગણીમાં આવી મોરબીના યુવાનોએ ઝંડા સાથેના વિડીયો બનાવ્યાનું ખૂલ્યું
SHARE









ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે ચાલતા યુદ્ધને લઈને લાગણીમાં આવી મોરબીના યુવાનોએ ઝંડા સાથેના વિડીયો બનાવ્યાનું ખૂલ્યું
મોરબીથી યુવાનો હાજીપીર જતા હતા તે વખતે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો જે બાબતે મોરબી જિલ્લા એસઓજીની ટીમે તપાસ શરૂ કરી હતી અને મોરબીના વીસીપરાના યુવાનો હોવાનું સામે આવ્યું છે અને હાલમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે પેલેસ્ટાઇન મુસ્લિમ દેશ હોય લાગણીમાં આવી વીડિયો બનાવ્યો હોવાનું યુવાને પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યુ છે
મોરબીના યુવાનો દ્વારા પેલેસ્ટાઇનના ધ્વજ લગાવવાનો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ તે બાબતે મોરબી એસઓજી ટીમ દ્વારા તપાસ થતાં આ ત્રણેય યુવકો મોરબીના વિશિપરાના હોવાનું સામે આવ્યું છે જેના નામ યાસીન નુરમામમદ મોવર (૨૯) રહે. વિસિપરા મોરબી અને નવાઝ અનવરભાઈ મોવર (૨૪) રહે. વિસીપરા મોરબી અને અન્ય એક સગીર યુવકની પૂછપરછમાં યુવકોએ ગત તા.૨૮ એપ્રિલ ૨૦૨૪ ના રોજ હાજીપીર જતી વખતે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી પોસ્ટ કર્યો હોવાનું સામે આવેલ છે આ યુવકોએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે પેલેસ્ટાઇન મુસ્લિમ દેશ હોય લાગણીમાં આવી વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હોવાની કેફીયત આપેલ છે અને આ વીડિયો કચ્છના નખત્રાણા નજીક આવેલ પેટ્રોલપંપ નજીક પેલેસ્ટાઇનના ધ્વજ સાથે બાઇકમાં રાખી વીડિયો બનાવી પોસ્ટ કરેલનું જણાવેલ છે આ બાબતે મોરબી એસઓજી ટીમ દ્વારા સગીર અને યુવાનો મળી ત્રણેય ઇસમોની ઉંડાણપૂર્વક પૂછપરછ હાલ ચાલુ છે.
