મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
Breaking news
Morbi Today

સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ-મોરબી દ્વારા રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન


SHARE













સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ તથા આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા અનેકવિધ સેવાકીય તથા સામાજીક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આગામી તારીખ ૧૨ મે ૨૦૨૪, રવિવારનાં રોજ આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબીનાં સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ તારીખ ૧૨ મે, ૨૦૨૪ને રવિવારનાં રોજ ઓમ શાંતિ વિદ્યાલય, સરદાર બાગ સામે, શનાળા રોડ મુકામે, સવારે ૯:૦૦ થી બપોરે ૧ કલાકે યોજાનાર છે. આ કેમ્પમાં આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબીના નિષ્ણાંત ડૉક્ટરેની ટીમ દ્વારા દર્દીઓની સંપૂર્ણ ચકાસણી કરી સચોટ નિદાન કરવામાં આવશે. આ કેમ્પમાં યુરોલોજીસ્ટ, ન્યુરો સર્જન, ઓર્થોપેડીક સર્જન, જનરલ સર્જરી, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીક જેવી સેવાઓ ઉપલબ્ધ થશે આ મેડિકલ કેમ્પ ફ્રી રહેશે તેવું સંસ્થાનાં પ્રમુખ અમિતભાઈ પંડ્યા (મો.૯૯૭૮૨ ૯૨૨૮૨), મહામંત્રી પ્રણવભાઈ ત્રિવેદી (મો.૯૦૯૯૦ ૨૫૦૬૫) ની યાદીમાં જણાવાયું છે. કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા આહવાન કરવામાં આવેલ છે.




Latest News