તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા રેલવે સ્ટેશન પાસે ધર્માદાના રૂપિયા બાબતે યુવાનને છરીના ઘા ઝીંકનાર બેની ધરપકડ


SHARE











મોરબીના પીપળીયા રેલવે સ્ટેશન પાસે ધર્માદાના રૂપિયા બાબતે યુવાનને છરીના ઘા ઝીંકનાર બેની ધરપકડ

મોરબીના પીપળીયા ગામ પાસેથી રેતીની ગાડીઓ પસાર થતી હોય છે ત્યારે તે ગાડીના ચાલકો પાસેથી મંદિર ફરતે વંડો બનાવવા માટે ધર્માદા પેટે રૂપિયા ઉઘરાવવા બે શખ્સોને રાખવામાં આવ્યા હતા જે પૈકીના એક શખ્સે બીજા પાસે પૈસા હોય તે રૂપિયાની માંગણી કરતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બે શખ્સોએ રૂપિયા માંગનારા યુવાનને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દિધા હતા જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જે બંનેની ધરપકડ કરવામાં આવેલ છે.

માળીયા તાલુકાના નીરૂબેનનગર વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ હમજાનભાઈ કમોરા (૩૩) એ બે દિવસ પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સલીમ ઇલીયાસાઇ કમોરા અને અનવર ઇલ્યાસ કમોરાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસને જણાવ્યું હતુ કે, તેના ભાઈ અબ્દુલભાઇ કમોરાને છરી મારવામાં આવી છે.ફરિયાદીના ભાઈ અબ્દુલભાઈ તથા આરોપીઓ પૈકીના સલીમ કમોરા બંનેને પીપળીયા ગામે મંદિર ફરતે વંડો બનાવવા રેતીની ગાડીઓ ગામમાંથી નીકળે તેની પાસેથી ધર્માદાના રૂપીયા ઉઘરાવવાનું કામ કરવા પૃથ્વીસિંહની હાજરીમાં નકકી કરેલ હોય તે હાજરીના રૂપિયા સલીમ પાસેથી ફરિયાદીના ભાઈએ લેવાના બાકી હતા જેથી સલીમભાઈ પાસે રૂપિયાની માગણી કરી હતી ત્યારે ફરીયાદીના ભાઇ અબ્દુલભાઈની સાથે સલીમભાઈએ જપાજપી કરી હતી અને ત્યારબાદ સલીમભાઇએ અબ્દુલભાઈને પકડી રાખ્યા હતા અને અનવરે છરીના બે ઘા અબ્દુલના પડખાના ભાગે ઝીંકી દીધા હતા. સારવાર બાદ ભોગ બનનાર અબ્દુલભાઈના ભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સલીમ અને અનવરની સામે ફરીયાદ નોંધાવી હતી જે ગુનામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.વી.ડાંગરે સલીમ ઇલ્યાસ કમોરા (૨૬) અને અનવર ઇલ્યાસ કમોરા રહે.બંને નીરૂબેનનગર માળીયા(મિં.) ની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં પાંચને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માનસર ગામના યોગેશ રામલાલ તડવી (૨૩), શામજી સુરેશ પંસારા (૧૫), અમિત વિનુ પંસારા (૧૭), ગોવિંદ સુરેશ પંસારા (૧૩) અને રસીદ વિજયસિંગ ઠાકોર (૪૨) ને ઇજાઓ થતા આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ખાખરાળા ગામના દિનેશભાઈ સવસેટા પોતાના ૧૬ વર્ષીય પુત્ર અભયને સાથે બેસાડીને બાઈક લઈને જતા હતા દરમિયાનમાં બાઈક સ્લીપ થઈ જતા પાછળ બેઠેલા અભયને ઇજાઓ થતાં તેને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે નવા જાંબુડીયા ગામે રહેતા મહેશભાઈ વિરજીભાઇ ખરા નામનો ૪૦ વર્ષીય યુવાન કોઈ કારણોસર ફિનાઇલ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો ત્રણેય બનાવો અંગે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News