માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE











મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી ખાતે ગત પશુરામ જયંતિના દિવસે પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ત્રણ મહામંત્રીઓની વરણી કરવામાં આવી હતી.ત્યારબાદ બાકીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઇ પ્રશાંતભાઈ મહેતાના જણાવ્યા પ્રમાણે મહામંત્રી તરીકે રૂષિભાઈ ડી.મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ વી.ભટ્ટની, ઉપપ્રમુખ તરીકે ધરમભાઈ કે.રાવલ, ભાવીનભાઇ ડી.વ્યાસ, આર્યનભાઇ સી.ત્રીવેદી, વિજયભાઈ રાવલ, શિવભાઈ જાની, જીગરભાઈ દવે, યાજ્ઞિકભાઈ ડી.ગામોટ અને વિશાલભાઈ મહેતાની તેમજ સંયોજક તરીકે નયનભાઈ કે.પંડ્યાની, લીગલ સેલમાં એડવોકેટ મહીધરભાઈ દવેની, સહમંત્રી પદે રાકેશભાઈ પંડ્યા, કિશનભાઈ મહેતા, દિવ્યેશભાઈ મહેતા, ઉદયભાઈ જોષી, પરિમલભાઈ દવે, હર્ષભાઈ જાની, દેવભાઈ જોષી અને સાગરભાઇ પંડ્યાની જયારે સોશિયલ મીડિયા સેલમાં ભાર્ગવભાઇ શુકલ, આયુષભાઈ જાની, મૈત્રીકભાઈ જોષી અને ધેર્યભાઈ દવેની વરણી કરવામાં આવેલ હોય બ્રહ્મ સમાજની જુદી જુદી શાખાઓ દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 

મોરબીના શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત બ્રહ્મ સમાજ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં ફક્ત ૧૬ જેટલી ટીમો રાખવામાં આવેલી છે.મોરબી નજીકના નાગડાવાસ ગામ પાસે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ યોજવાની છે.તેમાં ભાગ લેવા ફોર્મ ભરવા માટે ૫-જૂન છેલ્લી તારીખ છે.ટુર્નામેન્ટ ૭-જૂનથી ૯-જૂન રમાવાની છે.જેને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઇ મહેતા તેમજ મહામંત્રી ઋષિભાઈ મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ ભટ્ટ તથા તેઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૭૨૭૭ ૧૬૧૭૬ અથવા મો.૭૫૭૫૮ ૮૦૫૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.








Latest News