મોરબીમાં રિસામણે બેઠેલ પત્ની પાસે દિકરીને મળવા ગયેલ યુવાન ઉપર સાળાએ કર્યો છરી વડે હુમલો
મોરબીમાં કારમાંથી દારૂની ૩૭ બોટલ સાથે એક શખ્સની ધરપકડ
SHARE






મોરબીમાં કારમાંથી દારૂની ૩૭ બોટલ સાથે એક શખ્સની ધરપકડ
મોરબીના સાવસર પ્લોટમાંથી કાર પસાર થઈ રહી હતી તે કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની ૩૭ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે કાર અને દારૂ સહિત ૨.૬૬ લાખનો મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સાવસર પ્લોટમાં આવેલ મન હોસ્પિટલ પાસેથી એક ઇકો કાર નંબર જીજે ૧૮ બીએલ ૭૧૬૩ પસાર થઈ રહી હતી તેને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની નાની મોટી કુલ મળીને ૩૭ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૬,૯૮૦ નો દારૂનો જથ્થો અને કાર મળીને કુલ ૨,૬૬,૯૮૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપી રાજેશ લાલજીભાઈ મકવાણા જાતે રાવળદેવ (૩૦) રહે. વજેપર શેરી નં-૪ મોરબી વાળાને ઝડપી લીધો છે અને તેની પૂછપરછમાં આ માલ આરોપીને દેવરાજ બાબુભાઈ છુંછીયા જાતે રાજપૂત રહે. ખડિયાવાસ લીલાપર રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હતું જેથી તેની સામે પણ ગુનો નોધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે


