મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મોરબીની સરકારી શાળાના વિદ્યાર્થીઓનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉચ્ચ દેખાવ
SHARE






મોરબીની સરકારી શાળાના વિદ્યાર્થીઓનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉચ્ચ દેખાવ
શ્રી સજનપર પ્રા. શાળા તા. ટંકારા જી.મોરબી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધો.૫ અને ધો.૮ નું ઝળહળતું પરિણામ આવેલ છે.ધો.૫ અને ધો.૮ માં લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં શ્રી સજનપર પ્રા. શાળાના બાળકોએ શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે અને ધો.૫ માં છ બાળકો ધો.૬ થી ૧૨ સુધીની રેસિડેન્સીયલ શાળામાં વિનામૂલ્યે પ્રવેશ માટે લાયક થયા છે.જ્યારે ધો.૮ માં દશ બાળકો રૂા.૯૪,૦૦૦ જેટલી સ્કોલરશીપ મેળવવા માટે લાયક થયા છે.આ તકે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તમામ બાળકો અને આ બાળકોને આખું વર્ષ તૈયારી કરવાનાર તેમના માર્ગદર્શક શિક્ષક વિરામગામા મીનાબેન અને દેત્રોજા ભારતીબેનને શાળા પરિવાર અને આચાર્ય અલ્પેશભાઈ પૂજારાએ અભિનંદન પાઠવેલ છે.
જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલ, મોડેલ સ્કૂલમાં ધો.૬ માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે સ્કોલરશીપ યોજનો લાભ મેળવવા માટેની ટેસ્ટમાં પીએમ શ્રી તાલુકા શાળા નં.૨ ની ધો.૫ ની વિદ્યાર્થીનીઓનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.ટેસ્ટમાં ૧૫ વિદ્યાર્થીનીઓ કવોલિફાય થયા છે.જે દીવાન આઇશા જુબેરશાને ૯૬, પાટડિયા હેત્વી પ્રકાશભાઈને ૯૧, પલેજા અયાશા ઇકબાલભાઇને ૮૯, જુલાયા શનાબાનું પરવેઝભાઈને ૮૦, દવે હની કપિલભાઈને ૭૯, તરીયા અમિનાબાનું હનીફભાઇને ૭૯, ખુરેશી અસીન ઈમરાનભાઈને ૭૬, કપટા પ્રાચી આશિષભાઈને ૭૬, કેલા ઇશિતા મહેશભાઈને ૭૬, રાઠોડ અક્શાબાનું ઇકબાલભાઈને ૭૫, કૈલા સુહાની પંકજભાઈને ૭૩, પરમાર દિયા સુરેશભાઈને ૭૦, બ્લોચ ઉમેરા શબ્બીરભાઈને ૬૮, અગરિયા મહેજબીન મહમદજુનેદભાઈને ૬૭ અને સોલંકી હરસિદ્ધિ વિજયભાઈને ૬૩ માર્ક આવેલ છે.આ પરિક્ષાનું શ્રેષ્ઠ પરિણામ આવતા વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પરિણામનો શ્રેય સરકારે શાળામાં આ પરીક્ષા પહેલા દર રવિવારે સરકારી શિક્ષકો દ્વારા તૈયારી કરાવી હતી.તાલુકા શાળા નં.૨ ના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિધાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


