વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં સતાપર ગામે રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા ૩ શખ્સોએ બાઈકમાં તોડફોડ કરી આધેડને માર માર્યો


SHARE









વાંકાનેરનાં સતાપર ગામે રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા ૩ શખ્સોએ બાઈકમાં તોડફોડ કરી આધેડને માર માર્યો

વાંકાનેર તાલુકાનાં સતાપર ગામે આધેડ પોતાની વાડીએ પડોશીની સાથે બેઠા હતા ત્યારે પાડોશી ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરવા માટે ત્રણ શખ્સો આવ્યા હતા અને કોઈ કશું જ સમજે તે પહેલા ત્રણેય શખ્સો દ્વારા બાઈકમાં તોડફોડ શરૂ કરવામાં આવી હતી અને આધેડે તેઓને રોકવા જતાં તેને પથ્થર વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી આધેડે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં સતાપર ગામે રહેતા સવસીભાઇ કલાભાઇ ધરજીયા જાતે કોળી (ઉ.૫૦) એ હાલમાં રવીભાઇ હેમતભાઇ કોળી, સુનીલભાઇ નારણભાઇ કોળી અને રાધવભાઇ ગોરધનભાઇ કોળી રહે. બધા ત્રાજપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાની વાડીએ હતા અને બાજુની વાડી વાળા મનસુખભાઇ કેશાભાઇનું બાઇક વાડીએ પડેલ હતું ત્યારે આરોપીએ ત્યાં બુલેટ લઈને આવીને મનસુખભાઇ કેશાભાઇ પાસે રૂપીયા લેવા હતા જેથી આરોપીઓએ મનસુખભાઇના બાઈકમા તોડફોડ કરી નુકશાન કરી હતી જેથી તેઓએ નુકશાન કરવાની ના પાડતા ફરિયાદીને છુટા પથ્થરના ઘા છાતીમાં તથા હાથે પગે ઢીકા પાટુનો મુંઢ માર મારી ઇજા કરેલ હતી તેમજ આરોપી રવીભાઇ હેમતભાઇ કોળીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી.કલમ ૩૨૩, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News