મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે આવેલ પોલીસ હેડક્વાર્ટ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે સેમિનાર યોજાયો


SHARE









મોરબીના મકનસર ગામે આવેલ પોલીસ હેડક્વાર્ટ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે સેમિનાર યોજાયો

મોરબી જિલ્લાની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનામાં એસ.પી.સી.ના જુનિયર તથા સિનિયર કેડેટના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ માટે મકનસર ખાતેના પોલીસ હેડ ક્વાર્ટરમાં આયોજીત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી તમામ પ્રવૃત્તિની માહિતી અને આપત્તિના સમયે શું કરવું અને શું ન કરવું તે અંગેની તાલીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કન્સલ્ટન્ટ ડો. ધાર્મિક પુરોહિત દ્વારા આપવામાં આવી હતી, ઉપરાંત વિદ્યાર્થીઓને ‘આપદા મિત્ર’ ની કામગીરી અંગે પણ માહિતી આપી ‘આપદા મિત્ર’ ના કન્સેપ્ટથી વાકેફ કરવામાં આવ્યા હતા. 108 ની કામગીરી અને તેનો ઉપયોગ, આગ લાગે ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી અને આ સમયગાળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આગ લાગે ત્યારે ફાયર એસ્ટીન્ગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિશેષ જાણકારી મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના જયેશભાઈએ આ સેમિનાર દરમિયાન આપી હતી. આ સેમિનારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબીના ડીપીઓ કોમલ મહેરા, પોલીસ, ફાયર સહિતના વિભાગના કર્મચારીઓ અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News