મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગરમાં એકલા રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત


SHARE













મોરબીના કુબેરનગરમાં એકલા રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર શેરી નંબર-૩ માં ત્રીલોકધામ મંદિર પાસે રહેતા પ્રફુલભાઈ હિંમતભાઈ માટલિયા જાતે વાણીયા (ઉંમર ૬૨) મૂળ રહે.આમરણ વાળાઓ બેભાન હાલતમાં તેમના ફળિયામાં પડેલા હોય બાજુમાં રહેતા ધર્મેશભાઈ વિનોદભાઈ ગાંધીએ પ્રથમ ૧૦૮ માં જાણ કરી હતી જોકે ડેડબોડી હોવાના કારણે તેઓએ પોલીસમાં જાણ કરવાનું કહેતા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો. બાદમાં તેમના મૃતદેહને પીએમ માટે સિવિલએ લઈ જવામાં આવ્યા બાદ મૃતક પ્રફુલભાઇ માટલીયાના કૌટુંબીક ભાઈ ભરતભાઈ મનહરલાલ માટલીયા જાતે વાણીયા (૬૨) રહે.હિરલ પાર્ક શનાળા રોડ મોરબીએ મોરબી એ ડિવિઝન ખાતે જાણ કરી હતી તે તેમના ભાઈજીના દિકરા ભાઈ પ્રફુલભાઈ હિંમતભાઈ માટલિયા કે જેઓ એકલા જ કુબેરનગર વિસ્તારમાં રહેતા હતા અને તેઓને હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નિપજયુ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવ અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરાઈ હતી.

બાઈક સ્લીપ થઈ જતા ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદી પ્લોટ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા રેહાનાબેન બગથરીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં રવાપર રોડ નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રેહાનાબેનને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.જેથી ત્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામની સીમમાં આવેલ ક્રેંઝા સિરામિક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા સંતોષ ભેરૂલાલ પ્રજાપતિ નામના ૨૯ વર્ષના યુવાનને યુનીટમાં બનેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ તાલુકા પોલીસ સુત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.હાલ મારામારીનો આ બનાવ કયા કારણોસર બન્યો હતો..? તે દિશામાં તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News