વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી : જેતપરડા ગામે આવેલ કારખાનામાં શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE









મોરબી : જેતપરડા ગામે આવેલ કારખાનામાં શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જેતપરડા ગામની સીમમાં સિરામિક યુનિટમાં કામ દરમિયાન પ્રેસ વિભાગમાં ઇલેક્ટ્રિક મોટરમાં શોટ લાગવાથી યુવાનનું મોત થયુ હોવાનો બનાવ સામે આવ્યો છે.હાલ બનાવને પગલે જાણ થતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરાયેલ છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સીરામીક નામના યુનિટમાં મજૂરી કામ કરતા રાજેન્દ્રકુમાર હરિરામ યાદવ (ઉંમર ૩૭) હાલ રહે.મલ્ટીસ્ટોન સીરામીક લેબર કવાટર જેતપરડા તા.વાંકાનેર જી.મોરબી મૂળ રહે.ખલીફપુર તા.નિઝામાબાજ જી.આઝમગઢ ઉત્તરપ્રદેશ વાળો પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર કામ કરતો હતો ત્યારે ત્યાં પ્લેટફોમ પાસેની ઇલેક્ટ્રીક મોટરમાં તેને શોટ લાગ્યો હતો.જેથી તેને બેભાન હાલતમાં વાંકાનેર સિવિલ ખાતે લઈ જવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરાતા સ્ટાફના નારણભાઈ લાવડીયા દ્વારા આ બનાવની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

ધોકા સાથે મળી આવેલા બે સામે કાર્યવાહી

હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હળવદના રાણેકપર રોડ ઉપર રામવીલા બંગલો નજીકથી નીકળેલા ગણપત ઓઘાભાઈ કાચરોલા જાતે કોળી (ઉમર ૨૫) રહે.કવાડિયા તા.હળવદ પાસે લાકડાનો ધોકો મળી આવતા જાહેરનામાના ભંગ સબબ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાં તેની સાથે રહેલ વિજય રાણાભાઇ કાચરોલા જાતે કોળી (ઉમર ૨૩) રહે.કવાડિયા તા.હળવદ પાસેથી પણ ધોકો મળી આવેલ હોય જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ બંને વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી હતી.

શંકાસ્પદ ઝડપાયો

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશન નજીક મોડી રાત્રીના દુકાનોના શટર ફંફોસી રહેલા જાવેદ ફારૂકભાઈ શેખ મુસ્લિમ (૨૧) રહે.કુલીનગર શેરી નંબર-૧ વીસીપરા મોરબીની તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા કલમ ૧૨૨(સી) મુજબ મિલકત વિરોધી ગુનો કરે તે પૂર્વે ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાયેલ છે.

હળવદના ઇંગોરાળામાં દારૂ પકડાયો

હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ઇંગોરાળા ગામની ચિત્રાસર સિમ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી ત્યાંથી પોલીસને દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લીટર ઠંડો આથો મળી આવ્યો હોય રૂપિયા ૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમાં હરેશ ગોવિંદભાઈ માલકીયા જાતે કોળી રહે. ઇંગોરાળા તા.હળવદનું નામ સામે આવતા તેની સામે ગુનો નોંધાયો છે.




Latest News