મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે કલેકટર કે.બી.ઝવેરીએ જાહેરનામું બહાર પડાયું


SHARE













મોરબીમાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે કલેકટર કે.બી.ઝવેરીએ જાહેરનામું બહાર પડાયું

મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો આવા સ્પા/મસાજ પાર્લરની આડમાં ગુનાહીત કૃત્યો કરી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે, તેથી મોરબી કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા સ્પાના નિયમન અને નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલીકો તેમજ આવા સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ તેમા કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટો ગ્રાફ્સ તથા રેકોર્ડીંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરીયામાં ફરજિયાત રાખવાનું રહેશે. તેમજ ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોડીંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફીસરે રજીસ્ટર નિભાવવાનું રહેશે.

આ રજીસ્ટરમાં સ્પા/મસાજ પાર્લર, એકમનું નામ, માલીક/સંચાલકનું નામ તથા સરનામું  ટેલીફોન નંબર. સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગત (ફોટો સહિત). હાલનું સરનામું, મુળ વતનનું સરનામું, ફોન નંબર (ઘર) ઓફીસ,મો.નંબર. જો તેઓ વિદેશી હોય તો પાસપોર્ટની વિગત (પાસ પોર્ટ/વિઝાની નકલ બીડવાની રહેશે.), ક્યા વિઝા પર ભારતમાં આવેલ છે તેની વિગત હાલનું સરનામું, ફોન નંબર (ઘર) ઓફીસ મો.નંબર સહિતની વિગતો દર્શાવવાની રહેશે.સ્પા-મસાજ પાર્લર ચલાવનાર કે સંચાલકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. કામ કરતા કર્મચારીઓનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત, પોલીસ સ્ટેશનના સહી સિકકા અને તારીખ. સ્પા---મસાજપાર્લર ચલાવનાર-સંચાલકની સહી,કામ કરતા કર્મચારીની સહી,સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત રાખવાની રહેશે.આ વિગત કોરા કાગળ પર લખાવવાની રહેશે. સંપૂર્ણ રીતે ભરીને સ્પા-મસાજ પાર્લર જે નામથી ચાલતા હોય તેના નામ સાથેની વિગત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. વિગત સંપૂર્ણ ભર્યા પછી તેની બે નકલ કાઢવાની રહેશે. બન્ને નકલ જેતે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેની એક નકલ રીસીવ સહિ સિકકા કરી પરત આપશે જે સાંચવી રાખવાની રહેશે. સ્પા/મસાજ પાર્લર ચલાવનારે તેનું ડ્રાઇવીંગ લાયસન્સ ,પાનકાર્ડ, આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ રજુ કરવાનું રહેશે.આ જાહેરનામું તા.૩૦-૬-૨૪ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.






Latest News