મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં રિસામણે બેઠેલ પરિણીતા ઉપર કુહાડી-ધોકા વડે હુમલો કરનાર પતિ સહિત ચારની ધરપકડ


SHARE







મોરબીમાં રિસામણે બેઠેલ પરિણીતા ઉપર કુહાડી-ધોકા વડે હુમલો કરનાર પતિ સહિત ચારની ધરપકડ

મોરબીના પાનેલી ગામે રિસામણે બેઠલ પરિણીતા તેના સાસરાના ઘર પાસેથી નીકળી ત્યારે તેનો દીકરો શેરીમાં રમતો હતો તેને તેડીને રમાડ્યો હતો જેનો ખાર રાખીને મહિલાના પતિ સહિતના ચારએ પરિણીતાના ઘરે જઈને ગાળો આપીને ઢીકાપાટુ તેમજ ધોકા વડે માર માર્યો હતો તેમજ મહિલાના ભાઈને કુહાડી મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેયની ધરપકડ કરેલ છે.

મોરબીના પાનેલી ગામના દેવજીભાઇ પરસોતમભાઇ હડીયલની દીકરી જોત્સનાબેન ગુણવંતભાઇ ચાવડા જાતે દલવાડી (ઉ.૨૮) એ તેના પતિ ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડા, ભુરાભાઇ દાનાભાઇ ચાવડા, જયેશભાઇ ચાવડા અને હરેશભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતુ કે, પાનેલીના નવાપરામાં તેઓ અને તેમના ભાઈ સહિતના પરિવારજનો ઘરે હતા ત્યારે તેમના પતિ સહિતનાઓએ ઘરે આવીને ગાળો આપીને કુહાડી તેમજ ધોકા વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, તેઓ તથા રમાબેન પોતાના ઘર તરફ ચાલીને જતા હતા ત્યાં રસ્તામાં તેના સસરાનુ મકાન આવે છે ત્યાં તેમનો દિકરો શેરીમાં રમતો હતો જેથી તેને તેડીને રમાડ્યો હતો જે બાબતનો ખાર રાખીને તેમના પતિ ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડા સહિતનાઓએ હુમલો કર્યો હતો.ફરીયાદના પગલે તાલુકા પોલીસે ગુણવંત દાના ચાવડા (૩૪), ભુરા દાના ચાવડા (૪૨), જયેશ નરસી ચાવડા (૨૭) અને હરેશ નરસી ચાવડા (૨૩) રહે.બધા પાનેલી તા.જી.મોરબીની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.






Latest News