મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્યના કાર્યાલય, રામધન આશ્રમ, વાંકાનેર તાલુ પંચાયત અને ક્રાંતિજયોતમાં ગેમઝોનના દિવંગતોને શ્રધ્ધાંજલી


SHARE













વાંકાનેરમાં ધારાસભ્યના કાર્યાલય, રામધન આશ્રમ, વાંકાનેર તાલુકા પંચાયત અને ક્રાંતિજયોતમાં ગેમઝોનના દિવંગતોને શ્રધ્ધાંજલી

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં વાંકાનેર ખાતે રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને અશ્રુભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલી પાઠવી હતી આવી જ રીતે મોરબીમાં આવેલ ક્રાંતિજ્યોત સોસાયટી (મહેન્દ્રનગર)માં રહેતા લોકો દ્વારા રાજકોટના ગેમઝોનમાં બનેલ ઘટનામાં અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે દિપક અંદરપા, રમેશભાઈ, હસુભાઈ, મોહનભાઈ, મહેન્દ્રભાઈ, ભદ્રેશભાઈ સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા આવી જ રીતે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભા રાખવામા આવી હતી જેમાં રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માઓની શાંતિ અર્થે ધૂનનું આયોજન કરાયું હતું. જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી તેમજ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને ત્યારે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News