મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામ નજીક વાહન અકસ્માતમાં આધેડનું મોત


SHARE













મોરબીના ઘુંટુ ગામ નજીક વાહન અકસ્માતમાં આધેડનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામ નજીક ગઈકાલે સવારના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઘુંટુ ગામ પાસે રહેતા આધેડ ઇજાગ્રસ્ત થવાથી બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.જોકે જોઇ તપાસીને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા અને બાદમાં આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલ તા.૩૦-૫ ના સવારના આઠેક વાગ્યાના અરસામાં મોરબી-હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામથી આગળ પર્થ હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલા રામકિશનભાઇ રાજેન્દ્રભાઈ શર્મા (ઉમર ૫૨) રહે. સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુંટુ રોડ સામાકાંઠે મોરબી-૨ ને વાહન અકસ્માતના બનાવમાં શરીરે ગંભીર ઇજાઓ થતા બેભાન હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓને જોઈ તપાસીને તબીબે મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી હતી.તપાસ અધિકારી સાથે થયેલી વાતચીત મુજબ મૃતક રામકિશનભાઇ શર્મા બાઇક લઈને જતા હતા ત્યારે રોડની કડ નજીક બાઇક સ્લીપ થઈ જવાથી અથવા તો અન્ય કોઈ વાહન સાથે તેમનું બાઈક અથડાવાથી સર્જાયેલા અકસ્માત બનાવમાં તેમનું મોત નિપજેલ છે.જોકે ખરી બાબત શું છે..? તે દિશામાં તેઓ દ્વારા સ્થાનીકોની પૂછપરછ અને સીસીટીવીના ફૂટેજ મેળવવા માટેની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

ગાયએ હડફેટ લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારના રહેવાસી નારણભાઈ હરજીવનભાઈ જોશી (ઉમર ૫૨) મોરબી-૨ વિસ્તારમાં આવેલ નાસ્તાની લારીએથી સાયકલ લઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે પાછળથી ગાયે તેઓને સાયકલ સહિત હડફેટે લીધા હતા.જેથી ડાબા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.મોરબીના સામાકાંઠે બનેલ અકસ્માત બનાવમાં હોસ્પિટલ તરફથી થયેલી જાણના પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

રિક્ષામાંથી પડી જતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા જયશ્રીબેન હિતેશભાઈ ઘોડાસરા નામના મહિલા રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા.ત્યારે અકસ્માતે શહેરના સામાકાંઠા વિસ્તારમાં ચાલુ રિક્ષામાંથી તેઓ નીચે પડી ગયા હતા.જેથી ઈજા પામેલ હાલતમાં જયશ્રીબેન ઘોડાસરાને મોરબીના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અકસ્માત બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી સ્ટાફના એચ.એમ.મકવાણા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News