મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સીરામીક કારખાનામાંથી સવા લાખના બાઈકની ચોરી


SHARE













મોરબીના લખધીરપુર રોડે સીરામીક કારખાનામાંથી સવા લાખના બાઈકની ચોરી

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાંથી સવા લાખ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બગથળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સમર્પણ એપાર્ટમેન્ટ બ્લોક નં-૨ માં રહેતા તરુણકુમાર ધીરજલાલ કોરડીયા જાતે પટેલ (૩૫)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના ઘ્ંટુ ગામની સીમમાં લખધીરપુર રોડ ઉપર આવેલ મજની ટાઇલ્સ સીરામીક કારખાનામાં ગ્લેઝ વિભાગ બહાર જાહેરમાં યામાહા કંપનીનું બાઈક નંબર જીજે ૩૬ એકે ૬૧૩૯ તેણે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને સવા લાખ રૂપિયાની કિંમત બાઈકની ચોરીની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News