મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા નજીક દવા પી ગયેલ યુવાન મોરબી ખસેડાયો


SHARE







હળવદના ચરાડવા નજીક દવા પી ગયેલ યુવાન મોરબી ખસેડાયો

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતો યુવાન ચરાડવા નજીક આવેલ મહાકાળી આશ્રમ પાસે ઝેરી દવા પી ગયો હતો.જેથી અસર થતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જે અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

બનાવની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સુરવદર ગામે દેસાઈવાસ વિસ્તારમાં રહેતો અંકિત મનસુખભાઈ દેસાઈ નામનો ૩૦ વર્ષનો યુવાન હળવદના ચરાડવા ગામ પાસે આવેલા મહાકાળી આશ્રમ નજીક ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અહીં હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.જોકે બનાવ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય આગળની તપાસ માટે હળવદ પોલીસને આ બાબતે જાણ કરાઈ હતી.

વાહન અકસ્માતમાં ઈજા

માળીયા મિંયાણાના કુંભારિયા ગામે રહેતા પ્રવીણભાઈ કરશનભાઈ લોદરીયા નામના ૩૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ લોદરીયા બાઈક લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીકથી ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં જતા હતા ત્યારે અન્ય બાઇકની સાથે તેમની અથડામણ થઈ હતી.જે બનાવમાં ડાબા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવારમાં ખસેડાયા હતા.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા આ બનાવની નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે રહેતા કંચનબેન રતિલાલભાઈ પટેલ નામના ૬૯ વર્ષીય વૃદ્ધા મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ કેશવ હોટલ પાસેથી બાઈકમાં બેસીને જતા હતા.ત્યારે ત્યાં રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા.જેથી ઇજા પામતા તેઓને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ મામલે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

આધેડ સારવારમાં

મોરબી નજીકના શનાળા ગામે આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર નામના ૫૨ વર્ષીય આધેડ ગોકુલનગર વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક ત્યાં સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.આ બનાવમાં ઈજા પામતા જગદીશભાઈ પરમારને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા અને હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને અકસ્માત બનાવની તપાસ કરવામાં આવી હતી.






Latest News